શું ભાજપ આગામી સમયમાં આરક્ષણને ખતમ કરવા માંગે છે? ઈસુદાન ગઢવી

January 28, 2025

Isudan Gadhvi on BJP : બનાસકાંઠામાં (Banaskantha) પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ (Naukaben Prajapati) વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ જેના કારણે હાલ ફરી એક વાર અનામ મુદ્દે રાજકારણ ગરમાયું છે. નૌકાબેન પ્રજાપતિએઅનામતને માથાનો દુખાવો ગણાવ્યું હતું તેમજ તેમણે તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી એમ પણ તેમણે જણાવ્યું હતું. નૌકા પ્રજાપતિનો મોટાં ભાગનો સમાજ OBC અનામતનો લાભ લઈ રહ્યો છે.તેમજ ભાજપ પણ અનામતનું મજબૂત સમર્થન કરે છે ત્યારે તેમના આ નિવેદન પર વિપક્ષ ભાજપ સરકારને ઘેરી રહી છે તેમને અનામત વિરોધી કહી રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દે આપ નેતા ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) પણ મેદાને આવ્યા છે.

ઈસુદાન ગઢવીએ ભાજપ પાસે માંગ્યો ખુલાસો

નૌકાબેન પ્રજાપતિના આ નિવેદન પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે ભાજપને આડે હાથ લીધી હતી તેમણે કહ્યુ કે, ગઈકાલે ભાજપના એક મહિલા નેતાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપની નીતિ આરક્ષણ વિરોધી નીતિ છે. તેમણે કહ્યું હતું કે અનામતને ગમે ત્યારે હટાવી દેવાના છીએ. ભાજપના મહિલા નેતાએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપને SC, ST અને OBCનો વિરોધ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પૂછવા માગું છું કે શું તમે તમારી પાર્ટીના મહિલા નેતાના નિવેદન સાથે તમે સહમત છો કે નહીં? આ બાબતે તમારે ખુલાસો કરવો જોઈએ. ભાજપના નેતાઓ ખુલાસો કરે કે શું ભાજપ આગામી સમયમાં આરક્ષણને ખતમ કરવા માંગે છે? SC, ST અને OBCને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

આપ પાર્ટી કરશે વિરોધ પ્રદર્શન

આ સાથે ઈશુદાન ગઢવીએ એમ પણ કહ્યુ હતુ કે, આ મુદ્દા પર આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન પણ કરશે અને આવેદન પણ આપશે. અમારા નેતાઓ અને કાર્યકર્તાઓ આ મુદ્દા પર ભાજપના નેતાઓ પાસે ખુલાસો માંગશે.

આ પણ વાંચો :  ઉત્તર પ્રદેશના બાગપતમાં મોટી દૂર્ઘટના, ધાર્મિક કાર્યક્રમ માટે બનાવવામાં આવેલ સ્ટેજ તુટતા 50 થી વધુ શ્રદ્ધાળુઓ દટાયા, 7 લોકોના મોત

Read More

Trending Video