Iran: 2023માં સ્વીડનમાં લોકો માટે હિંસક સંદેશ આવ્યો, એક વર્ષ બાદ સ્વીડને આ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું છે. સ્વીડનના વકીલે જણાવ્યું હતું કે ઈરાનની ગુપ્તચર એજન્સીએ દેશના એક SMS ઓપરેટરને હેક કર્યા હતા અને કુરાન સળગાવવાના વિરોધનો બદલો લેવા સંદેશા મોકલ્યા હતા. સ્વીડનની સરકારે દાવો કર્યો છે કે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે ડેટા બ્રીચ દ્વારા લગભગ 15 હજાર મેસેજ મોકલ્યા હતા.
સ્વીડનના વરિષ્ઠ વકીલ મેટ્સ જુંગક્વિસ્ટે કહ્યું કે સ્વીડનની આંતરિક સુરક્ષા એજન્સી SAPO દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે આની પાછળ ઈરાનનો હાથ હતો, જેણે ઈરાની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની મદદથી સ્વીડિશ કંપનીમાં ડેટાનો ભંગ કર્યો હતો. સ્વીડનના નિવેદનમાં તે કંપનીનો ખુલાસો થયો નથી કે જેના ડેટાનો IRGC દ્વારા ભંગ કરવામાં આવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વીડનમાં કુરાન સળગાવવાના મામલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. 2022 માં, જ્યારે સ્વીડનમાં કેટલાક જમણેરી અને મુસ્લિમ વિરોધી કાર્યકરો જાહેરમાં કુરાનને બાળી રહ્યા હતા, ત્યારે સમગ્ર વિશ્વમાં સ્વીડિશ સરકાર સામે મુસ્લિમોનો ગુસ્સો વધી ગયો હતો. પરંતુ સ્વીડનની સરકારે આના પર કાર્યવાહી ન કરી. પરંતુ કુરાન સળગાવનારા વિરોધીઓને પોલીસ સુરક્ષા આપી.
કુરાન સળગાવવાના પ્રદર્શનો અને રેલીઓ વાણી સ્વાતંત્ર્યના નામે કરવામાં આવી હતી, જે સ્વીડિશ બંધારણ હેઠળ સુરક્ષિત છે અને તેને પોલીસ સુરક્ષા પ્રાપ્ત છે. જે બાદ ઓગસ્ટ 2023માં સ્વીડનના લગભગ 15 હજાર લોકોને એક મેસેજ મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ કુરાનના અપમાનનો બદલો લેશે. આ મેસેજ બાદ સમગ્ર સ્વીડનમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્વીડિશ સરકારનું કહેવું છે કે આ મેસેજનો ઈરાદો ઈરાની સમાજમાં તણાવ પેદા કરવાનો હતો. આ મેસેજ પાછળ ઈરાન સાથે સંકળાયેલા અંજુ ટીમ નામના જૂથનો હાથ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
સ્વીડનની છબી ખરાબ કરવાનું ષડયંત્ર હતું
સ્વીડનની ગુપ્તચર એજન્સી સાપોએ કહ્યું છે કે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે હેકર્સ સાથે મળીને સાયબર ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનનો હેતુ સ્વીડનની ઈમેજ ઈસ્લામોફોબિક દેશ તરીકે રજૂ કરવાનો હતો.
આ પણ વાંચો: Ajmer દરગાહને સંકટમોચન મહાદેવ વિરાજમાન મંદિર જાહેર કરવામાં આવે… હિન્દુ સેનાએ ખખડાવ્યા કોર્ટના દરવાજા