મને કે મારા પરિવાને કંઈ પણ થાય તો તેની જવાબદારી અધિકારી રાજકુમાર પાંડિયનની રહેશે : જીગ્નેશ મેવાણી

October 21, 2024

IPS officer Rajkumar Pandian and MLA Jignesh Mevani Controversy  : તાજેતરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાની અને આઇપીએસ રાજકુમાર પાંડિયન વચ્ચે બબાલ થઈ હતી. દલિતોના પ્રશ્નોના મુદ્દે રજુઆત કરવા ગયેલા જીગ્નેશ મેવાની અને રાજકુમાર પાંડિયન વચ્ચે બબાલ થઈ હતી. જેમાં જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો હતો કે, રાજકુમાર પાંડિયને તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે જેથી જીગ્નેશ મેવાણીએ આ મુદ્દે રાજકુમાર પાંડિયન વિરુદ્ધ વિધાનસભાના અધ્યક્ષને રજુઆત કરી હતી.સાથે જ મેવાણી આ મુદ્દે પાંડિયન વિરુદ્ધ મોરચો માંડ્યો હતોઅને આજે જીગ્નેશ મેવાણીયે પ્રેસ કોન્ફેરન્સ કરી હતી અને રાજકુમાર પાંડિયાન વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા.

જીગ્નેશ મેવાણીએ રાજકુમાર પાંડિયને પર લગાવ્યા ગંભીર આક્ષેપ

જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, રાજકુમાર પાંડિયને ભૂતકાળમાં એન્કાઉન્ટરના કેસમાં 302 ના આરોપી તરીકે 7 વર્ષની જેલ કાપેલી છે. મારી, મારા પરિવારજનોની, હિતેશ પીઠડિયાની, મારા ટીમના કોઈ માણસની હત્યા કે એન્કાઉન્ટર થાય, આજે કાલે કે ભવિષ્યમાં કઈ થાય તેની સંપૂર્ણ જવાબદારી સિઆઈડી ક્રાઇમના વડા આઇપીએસ રાજકુમાર પાંડિયનની રહેશે.

જીગ્નેશ મેવાણી અને આઇપીએસ રાજકુમાર પાંડિયન વચ્ચે શું વિવાદ હતો?

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેશ પીઠડીયા દલિતોની રજૂઆત કરવા આઇપીએસ રાજકુમાર પાંડિયનને મળવા પહોંચ્યા હતા. પાંડિયને જીગ્નેશ મેવાણી ને કહ્યું કે મોબાઈલ ફોન બહાર મૂકીને આવો, જીગ્નેશ મેવાણીએ કહ્યું, કે સરકારનો કોઈ પરિપત્ર હોય તો બતાડો, ધારાસભ્યને સરકારી કચેરીમાં મોબાઈલ ફોન લઈ જવાનો છૂટ છે. આ મુદ્દે મેવાણી અને પાંડિયન વચ્ચે તું તું મેં મેં થઈ હતી. પાંડિયને જીગ્નેશ મેવાણી ને કહ્યું કે, તું ધારાસભ્ય છે તો પણ ટીશર્ટ પહેરીને આવે છે. આ પછી જીગ્નેશ મેવાણી એ કહ્યું કે આઈપીએસ રાજકુમાર ધારાસભ્યને અપમાન કરી રહ્યા છે. અને ચૂંટાયેલા જન પ્રતિનિધિ સાથે ગેરવર્તણુક કરે તે યોગ્ય નથી.આ પછી જીગ્નેશ મેવાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને રાજકુમાર પાંડિયન વિરુદ્ધ વિશેષ અધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધીઓનું ના સાંભળતા હોય તો સામાન્ય જનતાનું શું ?

આ વિવાદ પછી લાગે છે, કે સરકારી અધિકારીઓ સામાન્ય જનતાનું તો સાંભળતા નથી, પણ હવે તો અધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિનું પણ સાંભળતા નથી. થોડાક દિવસ પહેલા કચ્છના ભાજપના ધારાસભ્યએ રાજ્યપાલને પત્ર લખ્યો લખ્યો હતો કે સરકારી અધિકારીઓ સાંભળતા નથી.ત્યારે અધિકારીઓમાં એટલો ઘમંડ આવી જતો હોય છે કે, તેઓ પ્રોટોકોલ પણ ભૂલી જતા હોય છે. ત્યારે હવે જીગ્નેશ મેવાણી અને અધિકારી રાજકુમાર પાંડિયાન વચ્ચેનો આ વિવાદ આગળ જતા ક્યુ સ્વરુપ લે છે તે જોવું રહ્યુ..

આ પણ વાંચો : વિદેશ મંત્રી S Jaishankar એ કેનેડા સાથેના તણાવ, ચીન સાથે વિવાદ અને પાકિસ્તાનની તેમની મુલાકાત વિશે ખુલીને વાત કરી

Read More

Trending Video