લોકસભાની ચૂંટણીના કારણે શું ભારતમાં નહી રમાય IPL 2024? જાણો

શક્યતા છે કે દેશમાં સામાન્ય ચૂંટણીના કારણે IPL નું આયોજન ભારતની બહાર થાય

October 21, 2023

Indian Premier League 2024 : આવતાવર્ષે ભારતમાં IPL ની સાથે-સાથે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. લોકસભાની ચૂંટણી અને IPL લગભગ એકસાથે આવશે. એવામાં એવી શક્યતા છે કે દેશમાં સામાન્ય ચૂંટણીના કારણે IPL નું આયોજન ભારતની બહાર થાય.

IPL અન્ય દેશમાં?

IPL 2009 માં પણ લોકસભાની ચૂંટણીની સાથે IPL નું આયોજન થયું હતું અને તે વખતે ચૂંટણીના કારણે IPL નું આયોજન આફ્રિકામાં થયું હતું હવે 2024માં પણ IPL અન્ય દેશમાં શિફ્ટ કરવામાં આવે તેવી ચર્ચાઓ વચ્ચે IPL ના ચેરમેને તેના પર પૂર્ણવિરામ લગાવી દીધો છે.

ચૂંટણીમાં IPL અડચણ નહી બને

IPL ના ચેરમેન અરૂણસિંહ ઠાકુરે તેના પર ઈશારો કર્યો છે કે IPL 2024 નું આયોજન ભારતમાં જ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર અરૂણ ઠાકુરે કહ્યું કે, લોકસભા ચૂંટણી IPL માટે કોઈ અડચણ નહી બને. IPL દુનિયાની સૌથી અમીર T20 લીગ છે. આ લીગથી BCCI અને તેની સાથે જોડાયેલા લોકોને સારી આવક થાય છે. બોર્ડે આ વર્ષે એપ્રિલ અને મે દરમિયાન IPLનું આયોજન કરવા માટે ODI World Cup સ્થગિત કર્યો હતો.

શું વિકલ્પ

આ કારણે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે કે ભારતમાં IPL 2024 ની મેજબાનીની સંભાવના વધારે છે કારણ કે BCCI પાસે વેન્યૂ માટે પ્લાન બનાવવાનો પુરતો સમય હશે. જો લોકસભાની ચૂંટણીના કારણે IPL 2024 નું આયોજન ભારતમાં નહી થાય તો BCCI પાસે સાઉથ આફ્રિકા અને UAE જેવા વિકલ્પો હશે.

Read More

Trending Video