iPhone 16: Apple ભારતમાં 20 સપ્ટેમ્બર એટલે કે આજથી iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ કરી રહ્યું છે. નવી iPhone 16 સિરીઝના વેચાણની શરૂઆતને કારણે, મુંબઈમાં BKC Apple સ્ટોરની બહાર ભારે ભીડ એકઠી થઈ હતી. અહીં લોકો વહેલી સવારથી કતારોમાં લાગેલા જોવા મળે છે.
#WATCH | Maharashtra: Apple begins its iPhone 16 series sale in India; a large number of people throng the company’s store in Mumbai’s BKC pic.twitter.com/5s049OUNbt
— ANI (@ANI) September 20, 2024
મુંબઈમાં iPhone 16 માટે પડાપડી
દર વખતે iPhoneની નવી સિરીઝ ખરીદવાનો ક્રેઝ હોય છે. લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે. અહીં હાજર iPhone પ્રેમીઓ ફોન મેળવવા માટે આતુર છે અને લોકો સ્ટોર ખુલવાની રાહ જોઈ રહ્યા ત્યારે ભીડને ધ્યાનમાં રાખીને અહીં સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે સ્ટોર ખુલતા જ લોકો iPhone 16 ખરીદવા માટે પડાપડી કરવા લાગ્યા હતા.
#WATCH | Long queues seen outside the Apple store in Delhi’s Saket
Apple started its iPhone 16 series sale in India today. pic.twitter.com/hBboHFic9o
— ANI (@ANI) September 20, 2024
ઓછી કિંમતે iPhone Pro સિરીઝનું વેચાણ
ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ વખત છે જ્યારે કંપની પાછલા વર્ઝન કરતાં ઓછી કિંમતે iPhone Pro સિરીઝનું વેચાણ કરી રહી છે, જેનું મુખ્ય કારણ તાજેતરના બજેટમાં આયાત ડ્યૂટીમાં કરાયેલા કાપને કારણે છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે, “iPhone 16 Proની શરૂઆતી કિંમત 1,19,900 રૂપિયા છે અને iPhone 16 Pro Maxની શરૂઆતની કિંમત 1,44,900 રૂપિયા છે.”
#WATCH | Mumbai: People purchase Apple’s iPhone as the company began its iPhone 16 series sale in India today
A customer Akshay says, “I came at 6 am. I purchased the iPhone 16 Pro Max. I liked iOS 18 and the zoom camera quality has become better now, I came from Surat.” https://t.co/KZsTgu6wyp pic.twitter.com/93vqlgolQk
— ANI (@ANI) September 20, 2024
આ ફોનની શું છે ખાસિયતો ?
લગભગ એક વર્ષ પહેલા, iPhone 15 Pro ની શરૂઆતી કિંમત રૂ. 1,34,900 અને iPhone 15 Pro Max રૂ 1,59,900 ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. iPhone 16 Pro અને iPhone 16 Pro Max 128 GB, 256 GB, 512 GB અને 1 TB સ્ટોરેજ ક્ષમતામાં ઉપલબ્ધ થશે. આમાંથી, iPhone સીરીઝમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે સાઈઝ 6.3 ઈંચ અને 6.9 ઈંચની હશે.
આ પણ વાંચો : Tirupati Laddu Case: લેબ રિપોર્ટ આવ્યા બાદ CM ચંદ્રબાબુ નાયડુનું મોટું નિવેદન, કહ્યું- ‘કોઈને બક્ષવામાં નહીં આવે’