ભાજપ સરકારે ખેડૂતોનો પક્ષ લેવાની જગ્યાએ કડદો કરનાર વ્યાપારીઓનો પક્ષ લીધો હતો: Sagar Rabari

November 27, 2025

Sagar Rabari News:આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા Sagar Rabariએ બોટાદના કડદાકાંડનાં 27 ખેડૂતોના જામીન મંજૂર થવાની માહિતી આપતા જણાવ્યું હતું કે ખુબ સારા સમાચાર આપતા આનંદ અનુભવું છું. બોટાદમાં થઈ રહેલા કડદાના વિરોધમાં ખેડૂતોએ આંદોલન કર્યું અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ભોગ બનનારા ખેડૂતોના પક્ષે રહેવાના બદલે કડદો કરનાર વેપારીઓનો પક્ષ લીધો હતો. જે ખેડૂતો ઉપર કેસ દાખલ થયા હતા એ પૈકીના 34 ખેડૂતોની જામીન અરજી બોટાદ સેશન કોર્ટમાં મૂકી હતી એ 34 પૈકી 27 ખેડૂતોના જામીન આજે કોર્ટે મંજૂર કર્યા છે. સાત અરજીઓ પેન્ડિંગ છે એનો ચુકાદો હવે આવશે.બાકીના ખેડૂતોની જામીન અરજી મંજૂર કરાવવા માટે અરજદારોના વકીલ તરીકે પારસ ટી. બાવળિયા એન્ડ ટીમ, એડવોકેટ ગ્રુપ બોટાદ રોકાયેલ હતી. પરંતુ ખૂબ ખુશીના સમાચાર એ છે 27 ખેડૂતો જેમને કેસમાં કોઈ રોલ વગર એક સામૂહિક સોગંદનામા દ્વારા આરોપી બનાવવામાં આવ્યા હતા એવા નિર્દોષ ખેડૂતોનો જલ્દીથી છુટકારો થશે. બોટાદના કડદા કાંડની આખી લડાઈમાં એક મહત્વનું પહેલું પગથિયું ખેડૂતોએ જીત્યું છે અને આવનારા દિવસોમાં કાનૂની રાહે તમામ અડચણોને પાર કરીને ખેડૂતો સફળ થશે એવી આશા છે.

કમાભાઈ લવાભાઈ મેર, રાણાભાઇ દેસાભાઇ શેખ, હરેશભાઈ ઘનશ્યામભાઈ પરમાર, રમેશભાઈ રાજાભાઈ મુંધવા, હરજીભાઈ વેલજીભાઈ ઝાપડિયા, હમીરભાઇ કરશનભાઈ સાકરીયાઆમં ,ગભરૂભાઈ ઝીણાભાઈ કરપડા, અશોકભાઈ મશરૂભાઈ મેર, વિજયભાઈ વજાભાઈ ધોરીયા, પીન્ટુભાઇ રણછોડભાઈ ભરાડીયા, કાળુભાઈ દલસુખભાઈ ધરજીયા, એભલભાઈ જેમાભાઈ વસાણી, દલસુખભાઈ ધનસુખભાઈ વસાણી, પ્રફુલભાઈ ભલાભાઇ શેખ, ધનાભાઈ ત્રિકમભાઈ મેર, રમેશભાઈ પશવાભાઈ મેર, ઘનશ્યામભાઈ જગુભાઈ શેખ, મંછારામ ભીખુલાલ દુધરેજીયા, સાગરભાઇ ભનાભાઈ ધરજીયા, ભાવેશભાઈ નરશીભાઈ તલસાણીયા, અરવિંદભાઈ કરમશીભાઈ મકવાણા, મેહુલભાઈ ઘુઘાભાઇ શેખ, ઇશ્વરભાઇ જાદવભાઈ શેખ, જયંતીભાઈ બીજલભાઇ કટુડીયા, ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ પરાળીયા, જોરુભાઈ જગાભાઈ શેખ, નીતિનભાઈ મઘાભાઈ શેખ આ તમામ ખેડૂતોની જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે.

આ પણ વાંચો: ખેડૂતોના મુદ્દે અમે પીછેહટ કરીશું નહીં, બુલંદીથી અમારો અવાજ ઉઠાવીશું: Ashok Ojha AAP

Read More

Trending Video