આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાલો યોજાવા જઈ રહ્યો છે. આ મેચ બપોરે 2 વાગે શરુ થશે. આ ફાઈનલ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ માટે લોકો બંન્ને ટીમોને શુભેચ્છા આપી રહ્યા છે ત્યારે આજની આ ખાસ મેચને લઇને સર્ચ એન્જિન Google એ ખાસ Doodle બનાવ્યું છે.
ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ
આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચનો રોમાંચ દેશ અને દુનિયામાં છવાયેલો છે. સર્ચ એન્જિન ગૂગલ પણ આનાથી બાકાત નથી. ગૂગલ પણ એક ખાસ ડૂડલ તૈયાર કરીને વર્લ્ડ કપની નિર્ણાયક મેચની ઉજવણી કરી રહ્યું હોય તેવું લાગે છે. આ ડૂડલ સાથે ગૂગલ ટીમ ઈન્ડિયા અને ટીમ ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી રહ્યું છે.
આજના ગૂગલ ડૂડલમાં શું ખાસ છે?
ગૂગલે તેના ડૂડલ દ્વારા ફાઈનલ મેચ વિશે ખાસ સંદેશ આપ્યો છે. આમાં ગૂગલના બીજા ‘O’ અક્ષરને વર્લ્ડ કપનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જ્યારે બાકીના અક્ષરોને ખેલાડીઓના રેન્કિંગની જેમ શણગારવામાં આવ્યા છે. ગૂગલના ‘L’ અક્ષરને બેટનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં સ્ટેડિયમ અને વિકેટ સાથેના રમતના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.