Ratan Tata Hospitalised : જાણકારી મુજબ જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાની (Ratan Tata ) તબિયત અચાનક બગડી હતી,તેમનું બ્લડ પ્રેશર ઘણું ઘટી ગયું હતું. જે બાદ તેમને મુંબઈની (Mumbai) બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉદ્યોગપતિ રતન ટાટાની તબિયત અચાનક બગડી
સમાચાર સામે આવ્યા છે કે, દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાની તબિયત બગડતા તેમને મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવી રહી છે.
Thank you for thinking of me 🤍 pic.twitter.com/MICi6zVH99
— Ratan N. Tata (@RNTata2000) October 7, 2024
પોતાની તબિયતને લઈને રતન ટાટાએ કર્યો ખુલાસો
આ સમાચાર સામે આવ્યા બાદ રત ટાટાએ ટ્વિટ કરીને આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા નથી તેઓ રુટીન ચેકઅપ માટે ગયા હતા.