indigo flight bomb threat : 16 ઓક્ટોબર મુંબઈથી દિલ્હી (Mumbai to Delhi) જતી ઈન્ડિગો ફ્લાઈટમાં (IndiGo flight) બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ ફ્લાઈટને અમદાવાદ (Ahmedabad) ડાયવર્ટ કરવામાં આવી હતી. બુધવારે આ માહિતી આપતાં એક અધિકારીએ કહ્યું કે તપાસ દરમિયાન વિમાનમાં કંઈ મળ્યું નથી અને બોમ્બ હોવાની માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
આ મામલે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે મંગળવારે રાત્રે મુંબઈથી પ્લેન ઉડાન ભરતાની સાથે જ એક અજાણ્યા વ્યક્તિએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે પ્લેનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. વિમાનમાં લગભગ 200 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા.અધિકારીએ જણાવ્યું કે મુંબઈએર ટ્રાફિક કંટ્રોલર દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ પાઈલટે અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો, જે દિલ્હી જવાના માર્ગે સૌથી નજીકનું એરપોર્ટ છે.
તપાસ બાદ વિમાને આજે સવારે દિલ્હી માટે ઉડાન ભરી
અધિકારીએ જણાવ્યું હતું કે,અહીં અડધી રાત્રે લેન્ડિંગ કર્યા પછી, આખી રાત સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. વિમાનમાં લગભગ 200 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું નથી. સુરક્ષાકર્મીઓ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ વિમાને આજે સવારે 8 વાગે દિલ્હી માટે ઉડાન ભરી હતી.
તાજેતરમાં અનેક વિમાનોમાં બોમ્બ હોવાની ધમકી ભરી માહિતી મળી
ઉલેલેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અનેક વિમાનોમાં બોમ્બ હોવાની આવી જ ધમકીભરી માહિતી મળી રહી છે. અત્યાર સુધી તપાસ બાદ આ માહિતી ખોટી સાબિત થઈ છે. તાજેતરની જ વાત કરવામાં આવે તો સોમવારે મુંબઈથી ઉપડતી ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને નવી દિલ્હી તરફ વાળવામાં આવી હતી અને તેની મુસાફરીનો સમય બદલાઈ ગયો હતો, જ્યારે ઈન્ડિગોની અન્ય બે ફ્લાઈટ કેટલાક કલાકો સુધી મોડી પડી હતી.પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈપણ વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે બોમ્બની ધમકીને કારણે 211 મુસાફરો સાથે દિલ્હીથી શિકાગો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને કેનેડા તરફ વાળવામાં આવી હતી.
આ પણ વાંચો : Surendranagar: કોરોના સમયે જે દવાઓની અછતના કારણે લોકો મોતને ભેટ્યા હતા તે દવાઓ સિવિલ હોસ્પિટલમાં આખો રૂમ ભરેલી મળી !