Israel-Palestine Conflict વચ્ચે ભારતનું Israel ને સમર્થન, વિશ્વના ટૉચના નેતાઓએ કરી ટીકા

હુમલામાં 22 ઈઝરાયલી નાગરિકોના મોત થયાં

October 7, 2023

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે. ભારત આ બંને દેશોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 22 ઈઝરાયલી નાગરિકોના મોત થયાં છે. આ ઘટનાની વિશ્વના ટૉચના નેતાઓએ ટીકા કરી છે.

ભારત ઈઝરાયલ સાથે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આના પર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ ઘડીમાં ઇઝરાયેલ સાથે છીએ.

ઋષિ સુનકે દુ:ખ વ્યક્ત કર્યું

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ટ્વીટમાં લખ્યું કે, ઈઝરાયલી નાગરિકો પર હમાસના આતંકવાદીઓ દ્વારા આજે સવારે થયેલા હુમલાઓથી મને આઘાત લાગ્યો છે. ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. અમે ઇઝરાયેલી સત્તાવાળાઓના સંપર્કમાં છીએ અને ઇઝરાયેલમાં બ્રિટિશ નાગરિકોએ મુસાફરીની સલાહને અનુસરવી જોઈએ.

ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી

ઇઝરાયેલમાં ભારતીય નાગરિકોને ‘યુદ્ધની સ્થિતિ’ના પગલે ‘સતર્ક રહેવા’ વિનંતી કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે નાગરિકોને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું હતું. ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે શનિવારે ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી અધિકારીઓએ ઇઝરાયેલમાં ભારતીયોને એલર્ટ રહેવા અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું હતું.

દૂતાવાસે જણાવ્યું હતું કે ઇઝરાયેલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવે છે, અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરો. કૃપા કરીને સાવચેતી રાખો, સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો.

Israel-Palestine Conflict

જણાવી દઈએ કે, હમાસ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલમાં ‘યુદ્ધની સ્થિતિ’ જાહેર કરવામાં આવી હતી. હમાસે ગાઝામાંથી લગભગ 5,000 રોકેટ છોડ્યા બાદ ઇઝરાયેલે શનિવારે વહેલી સવારે ‘યુદ્ધની સ્થિતિ’ જાહેર કરી હતી.

Read More

Trending Video