Israel Hamas War : ઈઝરાયલના વડાપ્રધાન Benjamin Netanyahu એ ભારતના વડાપ્રધાન Narendra Modi સાથે વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ઈઝરાયલની વર્તમાન સ્થિતિથી અપડેટ કરવા માટે હું ઈઝરાયલના વડાપ્રધાન Netanyahu નો ધન્યવાદ કરું છું. ભારતના લોકો આ મુશ્કેલ ઘડીમાં ઈઝરાયલ સાથે છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈની આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. Israel PM Benjamin Netanyahu એ આજે મંગળવારે ભારતના PM Narendra Modi સાથે વાત કરી.
I thank Prime Minister @netanyahu for his phone call and providing an update on the ongoing situation. People of India stand firmly with Israel in this difficult hour. India strongly and unequivocally condemns terrorism in all its forms and manifestations.
— Narendra Modi (@narendramodi) October 10, 2023
PM મોદીએ હુમલાની કરી નિંદા
ઉલ્લેખનીય છે કે, આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલ સાથે ઉભા રહેવાની વાત કહી હતી. વડાપ્રધાન મોદીએ આને આતંકી હુમલો ગણાવી તેની ટીકા કરી હતી.
ભારત ઈઝરાયલ સાથે
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ઈઝરાયલમાં આતંકવાદી હુમલાના સમાચાર આઘાતજનક છે. અમારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવાર સાથે છે. આ કઠીન સમયમાં અમે ઈઝરાયલ સાથે ઉભા છીએ.
Israel Hamas યુદ્ધ
ઉલ્લેખનીય છે કે, 7મી ઓક્ટોબરે વહેલી સવારે ઈઝરાયલના અસંખ્ય સ્થળો પર અચાનક રોકેટ હુમલો થાય છે. હમાસે આ હુમલામાં પાંચ હજારથી સાત હજાર રોકેટ ઈઝરાયલ પર ફેંક્યા. આ હુમલામાં મોટી સંખ્યામાં જાનમાલની હાનિ થઈ. આ હુમલાનો વળતો પ્રહાર કરતા ઈઝરાયલે પણ હુમલો કર્યો હતો જેના લીધે પણ જાનમાલની હાનિ થઈ હતી.