ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે હાલ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે આ સ્થિતિ વચ્ચે ભારતે મોટો નિર્ણય કર્યો છે. ભારત સરકારે (Government of Canada) કેનેડાના નાગરિકો માટે ભારતે વિઝા સર્વિસ (Visa Service) બંધ કરી છે. એટલે કે, ભારત હવે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે. આગામી નોટિસ સુધી આ સર્વિસ સસ્પેન્ડ કરવામાં આવી છે.
એડવાઈઝરી
જણાવી દઈએ કે, આ પહેલા ગઈકાલે ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં વસતા ભારતીયો અને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં બંને દેશોના તણાવપૂર્ણ સંબંધોને જોતા ત્યાં વસતા ભારતીયોએ સાવચેતી રાખવાના મુદ્દા હતા અને સાથે કેનેડાના પ્રવાસે જતા ભારતીય નાગરિકોને પણ સતર્ક કરવામાં આવ્યા હતા.
જસ્ટિન ટ્રુડોનો દાવો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની (Justin Trudeau) સરકાર પાસે ખાલિસ્તાન તરફી શીખ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની (Hardeep Singh Nijjar) હત્યામાં ભારતનો હાથ હોવાની ગુપ્ત માહિતી અંગેના દાવા બાદ બંને દેશો વચ્ચે મોટો વિવાદ થયો હતો અને તે બાદ હવે ભારતે આ નિર્ણય કર્યો છે.
વિઝા સેવા સ્થગિત
ભારતે કેનેડિયન નાગરિકોને આગળની સૂચના સુધી વિઝા આપવાનું સ્થગિત કર્યું છે. BLS ઇન્ટરનેશનલ દ્વારા એક નોટિસમાં એક ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટરમાં જણાવ્યું હતું કે, વિઝા સેવાઓ ઓપરેશનલ કારણોસર સ્થગિત કરવામાં આવી છે.
ભારત સરકાર સખ્ત
આ પહેલા સોમવારે ભારતના એક સિનિયર ડિપ્લોમેટ્સને સસ્પેન્ડ કરવાનો વિદેશમંત્રાલયે આદેશ કર્યો હતો. ભારતે કેનેડાના એક સિનિયર ડિપ્લોમેટ્સને પાંચ દિવસની અંદર ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો.