હિમેશ રેશમિયાના પિતાનું નિધન, 87 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

September 19, 2024

Himesh Reshammiya father Passes Away: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી (Bollywood industry) એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મલાઈકા અરોરા (Malaika Arora) બાદ હવે પ્રખ્યાત સિંગર એક્ટર હિમેશ રેશમિયાના (Himesh Reshammiya ) પિતાનું નિધન થયું છે. 87 વર્ષીય સંગીત નિર્દેશક વિપિન રેશમિયાએ (Vipin Reshammiya) મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં (Kokilaben Dhirubhai Ambani Hospital) અંતિમ શ્વાસ લીધા હતા. વિપિન રેશમિયા ઉંમર સંબંધિત બીમારીથી પીડિત હતા. મળતી માહિતી મુજબ, 18 સપ્ટેમ્બરની રાત્રે વિપિન રેશમિયાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે 19 સપ્ટેમ્બરે મુંબઈમાં કરવામાં આવશે. વિપિન રેશમિયાના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. દરેક વ્યક્તિ મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. સાથે જ પિતાના જવાને કારણે હિમેશ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

વિપિન રેશમિયા કોણ હતા ?

વિપિન રેશમિયાએ સંગીત નિર્દેશન તરફ વળતા પહેલા ટેલિવિઝન સિરિયલ નિર્માતા તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તે પછી સંગીતકારે તેરા સુરૂર, ધ એક્સપોઝ અને ઈન્સાફ કી જંગ માટે નિર્માતા તરીકે કામ કર્યું. તેમના પુત્ર હિમેશ રેશમિયાએ વિપિન રેશમિયાની ફિલ્મ ‘ધ એક્સપોઝ’ અને ‘તેરા સુરૂર’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય વિપિને ‘ઇન્સાફ કા સૂરજ’ નામની ફિલ્મ માટે સંગીત આપ્યું હતું. વિપિન રેશમિયા દ્વારા જ સલમાન હિમેશ રેશમિયાને મળ્યો હતો. જે બાદ સલમાને હિમેશ રેશમિયાને ‘પ્યાર કિયા તો ડરના ક્યા’નું સંગીત આપવાની તક આપી હતી.

હિમેશની કારકિર્દીમાં મહત્વની ભૂમિકા

હિમેશ રેશમિયાના પિતા વિપિન એક સંગીતકાર હતા, જેમણે તેમનો વારસો તેમના પુત્રને આપ્યો હતો. હિમેશની કારકિર્દીમાં વિપિને મહત્વની ભૂમિકા ભજવી હતી. હિમેશ રેશમિયા પોતાના પિતાને પોતાના ગુરુ માનતા હતા. વિપિને એકવાર એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને તેના પુત્રની સંગીત પ્રતિભા પર કેટલો ગર્વ છે, જેના કારણે તેણે સંગીત નિર્દેશક બનવાનું સ્વપ્ન છોડી દીધું અને હિમેશને સંગીત શીખવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 2021 માં, હિમેશે તેના પિતાના સંગીતના વારસાનો એક રસપ્રદ ભાગ Instagram પર શેર કર્યો. તેણે કહ્યું હતું કે વિપિન રેશમિયાએ એક ગીત કમ્પોઝ કર્યું હતું, જેમાં પીઢ ગાયિકા લતા મંગેશકર અને કિશોર કુમારે પોતાનો અવાજ આપ્યો હતો. દુર્ભાગ્યે, આ ગીત ક્યારેય રિલીઝ થયું ન હતું.

આ પણ વાંચો : Sourav Ganguly એ પોલીસમાં કરી ફરિયાદ, શું છે સમગ્ર મામલો?

Read More

Trending Video