Indian Coast Guard Helicopter: પોરબંદર પાસે કોસ્‍ટગાર્ડનું હેલીકોપ્‍ટરનું ઈમરજન્‍સી લેન્‍ડીંગ, બે પાયલોટ સહિત ૩ ક્રૂ મેમ્‍બર લાપતા

September 3, 2024

Indian Coast Guard Helicopter: ગુજરાતમાં પૂરની (Gujarat Floods) પરિસ્થિતિ સર્જાતા ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની (Indian Coast Guard Helicopter)મદદ લેવામા આવી રહી છે .ત્યારે આ દરિયાન ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતું ભારતીય કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટરનું અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યું છે. આ ઘટનામાં કોસ્ટગાર્ડના ત્રણ જવાન લાપતા થયા છે. જ્યારે એકનો બચાવ થયો છે.

કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું પોરબંદર નજીક અરબ સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ

ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું પોરબંદર નજીક અરબ સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે.આ હેલિકોપ્ટર ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું હતું. આ હેલિકોપ્ટરમાં બે પાયલટ અને બે ડાઈવર સવાર હતા. ત્યારે અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યૂ માટે ગયેલું હેલિકોપ્ટર ક્રેશ થતા એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે અને બાકીના ત્રણ સદસ્યો ગુમ છે. આ મામલે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વીટર પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને આપવામાં આવી હતી.

ભારતીય કોસ્ટગાર્ડે આપી માહિતી

આ મામલે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વીટર પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને આપવામાં આવી હતી. જેમાં જણાવવામા આવ્યું છે કે, 02 સપ્ટેમ્બર 2024 ના રોજ ભારતીય કોસ્ટગાર્ડનું ALH હેલિકોપ્ટર રાત્રે 11 કલાકે ગુજરાતના પોરબંદર નજીક મોટર ટેન્કર હરી લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બહાર કાઢવા માટે મોકલવામા આવ્યું હતુ આ દરમિયાન હેલિકોપ્ટરને ઈમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું અને તે દરિયામાં ખાબક્યું હતું. જેમાં એક ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે. જ્યારે બાકીના ત્રણ ક્રૂ મેમ્બરની શોધ ચાલુ છે. ICG એ બચાવ પ્રયાસો માટે 04 જહાજો અને 02 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.

આ પણ વાંચો :  ‘જો તમારામાં હિંમત હોય તો સામે આવો, પછી બતાવું…’ MVA ના જૂતા મારો આંદોલન પર અજિત પવાર લાલઘૂમ

Read More

Trending Video