ઇઝરાયેલમાં ભારતીય નાગરિકોને ‘યુદ્ધની સ્થિતિ’ના પગલે ‘સતર્ક રહેવા’ વિનંતી કરવામાં આવી છે. શનિવારે જારી કરાયેલા એક નિવેદનમાં ભારતીય દૂતાવાસે નાગરિકોને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું હતું. ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે શનિવારે ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી હતી કારણ કે ગાઝામાંથી હમાસ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા બાદ ઈઝરાયેલમાં ‘યુદ્ધની સ્થિતિ’ જાહેર કરવામાં આવી હતી. અધિકારીઓએ ઇઝરાયેલમાં ભારતીયોને જાગ્રત રહેવા અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું હતું.
દૂતાવાસે જણાવ્યું હતું કે ઇઝરાયેલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવે છે, અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરો. કૃપા કરીને સાવચેતી રાખો, બિનજરૂરી હિલચાલ ટાળો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો.
દૂતાવાસ સત્તાવાળાઓએ નાગરિકોને કટોકટીની સ્થિતિમાં અધિકારીઓનો સંપર્ક કરવા વિનંતી કરી છે. વર્ષોમાં ઇઝરાયેલ પર સૌથી મોટા હુમલામાં હમાસે ગાઝામાંથી લગભગ 5,000 રોકેટ છોડ્યા બાદ ઇઝરાયેલે શનિવારે સવારે ‘યુદ્ધની સ્થિતિ’ જાહેર કરી હતી. આ જૂથના અનેક સશસ્ત્ર આતંકવાદીઓ પણ સરહદ પાર કરીને ઈઝરાયેલમાં ઘૂસણખોરી કર્યા હતા.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વિડિયો નિવેદન જારી કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે “અમે યુદ્ધમાં છીએ, અને અમે જીતીશું.” નેતન્યાહુએ એક વિડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા દુશ્મન એવી કિંમત ચૂકવશે જે તે ક્યારેય જાણતો નથી.”
ઇઝરાયલ સેનાએ હમાસના આતંકવાદીઓ સામે ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ જાહેર કર્યું છે અને વાયુસેનાએ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને નિશાન બનાવતા ડઝનબંધ ફાઇટર જેટ સાથે હુમલો શરૂ કર્યો છે. ઈઝરાયેલની સેના અને હમાસના આતંકવાદીઓ વચ્ચે જોરદાર લડાઈ ચાલી રહી છે.