ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારે કેનેડાની સરકારને કહ્યું છે કે, તે પોતાના 40 થી વધારે ડિપ્લોમેટ્સને પરત બોલાવી લે. મીડિયા રિપોર્ટમાં તે દાવો કરવામાં આવી રહ્યો છે. કેનેડાના ભારતમાં હાલ 62 રાજદ્વારીઓ કામ કરી રહ્યાં છે. ભારત હવે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવી લેવા કહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતે કેનેડાને પોતાના 40 થી વધારે ડિપ્લોમેટ્સને પરત બોલાવી લેવા કહ્યું છે. નવી દિલ્હીએ સ્વદેશ પરત જવા માટે 10 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે.
રાજનયિક સ્ટાફમાં સમાનતા
કેનેડાના ભારતમાં 62 ડિપ્લોમેટ્સ છે અને પહેલા ભારતે કહ્યું હતું કે કુલ સંખ્યા 41 થી ઓછી થવી જોઈએ. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતમાં કેનેડાના રાજનયિક સ્ટાફ, ભારતના કેનેડામાં રહેલા રાજનયિક સ્ટાફથી વધારે છે અને તેમાં સમાનતા હોવી જોઈએ.
બંને દેશો વચ્ચે વિવાદ
ઉલ્લેખનીય છે કે, ભારત અને કેનેડાના પરસ્પર સંબંધો હાલ તણાવપૂર્ણ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. થોડા દિવસો પૂર્વે જુનમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારા બહાર ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી. કેનેડાના PM ટ્રુડોએ તેનો આરોપ ભારતીય એજન્ટ્સ પર લગાવ્યો હતો અને ત્યાંની સંસદમાં કહ્યું હતું કે, તેમની ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી મળી છે કે આ હત્યામાં ભારત સામેલ હોઈ શકે છે.