India-Canada Conflict :ભારતના કડક વલણ બાદ જસ્ટિન ટ્રુડોના બદલાયા સૂર, કહ્યું- અમે ભારત સાથે લડાઈ નથી ઈચ્છતા

October 15, 2024

India-Canada Conflict :કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની કથિત હત્યા બાદ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Canadian PM Justin Trudeau) વારંવાર ભારત વિરુદ્ધ અવાર-નવાર ઝેર ઓંકતા રહે છે. ત્યારે હવે લાગી રહ્ઉ છે કે, ભારત અને કેનેડા વચ્ચે ડિપ્લોમેટિક લડાઈ શરુ થઈ છે. ફરી એક વાર ભારત અને કેનેડા વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. હવે કેનેડાની સરકારે ભારતના રાજદ્વારીઓને મુશ્કેલીમાં નાખવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. કેનેડીયન સરકારે ભારતીય હાઈ કમિશનર વિરુદ્ધ કથિત કાર્યવાહી કરવાની તૈયારી કરતા ભારતે તેનો જડબાતોડ જવાબ આપતા કેનેડા બાદ ભારતે પણ કેનેડાના 6 રાજદૂતોને 5 દિવસમાં ભારત છોડવા કહી દિધું હતું.તેમજ ભારતે તેના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને ત્યાંથી પાછા બોલાવ્યા છે,

ભારતના કડક વલણ પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન

હવે ભારતના આ કડક વલણ પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરે છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત સરકાર કેનેડા માટે આવું જ કરે. કેનેડાના નાગરિકોની સુરક્ષા કરવાની મારી જવાબદારી છે.

 

પીએમ મોદી સાથે વાતચીત કરી હતીઃ ટ્રુડો

ટ્રુ

ડોએ કહ્યું, “હું સમજું છું કે તમારામાંથી ઘણા ગુસ્સે, નારાજ અને ગભરાયેલા છે.” એવું ન થવું જોઈએ. કેનેડા-ભારતનો લાંબો ઈતિહાસ લોકો વચ્ચેના સંબંધો, વેપાર અને વ્યાપાર સાથે જોડાયેલો છે પરંતુ આપણે હવે જે જોઈ રહ્યા છીએ તે આપણે સહન કરી શકતા નથી. ગયા સપ્તાહના અંતે જ્યારે મેં પીએમ મોદી સાથે વાત કરી ત્યારે મેં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સપ્તાહના અંતે સિંગાપોરમાં અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે અવિશ્વસનીય રીતે મહત્વપૂર્ણ બેઠક થવાની છે. તે મીટિંગ વિશે જાણતો હતો અને હું પણ. તેના પર દબાણ કર્યું કે મીટિંગને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે.

અમે ભારત સાથે લડાઈ નથી ઈચ્છતાઃ ટ્રુડો

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડા-ભારત સંબંધોમાં તણાવ પેદા કરવા માટે કેનેડાએ આ વિકલ્પ પસંદ કર્યો નથી. ભારત એક મહત્વપૂર્ણ લોકશાહી છે. ભારત અને કેનેડા વચ્ચે ઐતિહાસિક વેપાર સંબંધો છે. આપણે સાથે રહેવાનું છે. અમારે લડાઈ નથી જોઈતી. તેથી દરેક પગલા પર અમે જે કંઈપણ જાણીએ છીએ તેની માહિતી ભારતને આપી છે.

જસ્ટિન ટ્રુડોએ સત્તાવાર નિવેદન જારી કર્યું

ટ્રુડોએ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે કેનેડા કાયદાના શાસન પર આધારિત દેશ છે અને આપણા નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. ટ્રુડોએ ફરી એકવાર આરોપ લગાવ્યો કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તેમણે કહ્યું કે આ સંદર્ભે અમે ભારત સરકાર સાથે અમારી ચિંતાઓ શેર કરી છે અને તેમને આ મહત્વપૂર્ણ મુદ્દા પર અમારી સાથે કામ કરવાની અપીલ કરી છે. કેનેડાના પીએમે આરોપ લગાવ્યો કે આ હોવા છતાં તેમની તપાસ એજન્સીઓને સહકાર આપવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Read More

Trending Video