Independence Day 2024: ખેડા (Kheda) જીલ્લાના મુખ્ય મથક નડીયાદ (Nadiad) ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી કરવામા આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાના પરેડ ગ્રાઉન્ડમાં પહેલા મહાત્મા ગાંધી, સરદાર પટેલને વંદન કર્યા અને બાદમાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી. આ પહેલા નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી.
મહાત્મા ગાંધી, સરદાર પટેલને વંદન કર્યા
મુખ્યમંત્રીએ હિંદુ અનાથ આશ્રમમાં ગાંધી સરદાર સ્મૃતિ ભવનની ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. જે બાદ તેમણે ભવનના મ્યુઝિયમની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ હિન્દુ અનાથ આશ્રમના ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યો સાથે આશ્રમના બાળકોના સર્વાંગી વિકાસ માટે વિચાર વિમર્શ કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ આશ્રમમાં વૃક્ષારોપણ કર્યું હતું.
Live: 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નડીયાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/TkihuhJzwP
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2024
CM ભૂપેન્દ્ર પટેલે જનતાને સંબોધન કર્યું
આજે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નડિયાદમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામા આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન બાદ CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને સંબોધન કર્યું છે. જેમાં 118 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું છે. જેમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.
2047 સુધી ભારત વિકસિત રાષ્ટ્ર બનશેઃ CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે,નરેન્દ્રભાઈ, અમિતભાઈ સુરાજ્ય માટે પ્રયત્નશીલ છે, નરેન્દ્રભાઈએ સર્વગ્રાહી વિકાસનો પાયો નાખ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસનો નારો દેશવ્યાપી બન્યો છે. ભારતમાં વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે. 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે.
હર ઘર તિરંગા અભિયાન અંગે કરી આ વાત
હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ છે. દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ ક્રમે રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મંત્ર બન્યો છે.
નવા-નવા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ વધ્યા :CM ભૂપેન્દ્ર પટેલ
રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઉભી થઇ છે. ગુજરાત આદિકાળથી વેપાર અને વાણિજ્યનું કેન્દ્રબિન્દુ રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની આર્થિક વિકાસની ગાથા આગળ વધી છે. નવા-નવા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ વધ્યા છે, આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાત રોકાણ માટેનું મુખ્ય કેન્દ્ર છે. પર્યાવરણના જતન સાથે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ખુબ ઝડપી થયો છે.
આ પણ વાંચો : Surendranagar : વીર સાવરકરના ટીશર્ટ ઉતરાવું કોંગ્રેસને મોંઘુ પડ્યું, કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો