Independence Day 2024: આજે દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની (78th Independence Day) ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે.ગુજરાતમાં (Gujarat) પણ વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી (Arvalli) જિલ્લાના મોડાસામાં (Modasa) એસીબી (ACB) પોલીસ સ્ટેશન ખાતે પણ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણીમાં પહેલી વાર જેમને એસીબીએ ફરિયાદીને બોલાવ્યા હતા અને તેમનું સન્માન પણ કરવામા આવ્યું હતું.
સ્વતંત્રતા દિવસ પર પહેલીવાર ACB એ ફરિયાદીઓને કર્યા સન્માનિત
આજ રોજ 78 મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં A.C.B પોલીસ સ્ટેશન ખાતે P.I ટી.એમ પટેલ ની અધ્યક્ષતામા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી શુભકામનાઓ પાઠવી હતી તેમજ A.C.B માં જે ફરિયાદીઓએ ફરીયાદ કરી હોય તેવા ફરિયાદીઓને પહેલી વાર આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને તેઓને સરકારી વકીલ વી.એ પંડયા તેમજ A.C.B P. I ટી.એમ પટેલ દ્વારા ગીફ્ટ મૂમેન્ટ તેમજ સન્માન પત્ર આપી ફૂલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે આ ધ્વજવંદન કાર્યક્રમમાં ACB P. I તેમજ તેમનો સ્ટાફ અને સરકારી વકીલ તેમજ ફરિયાદીઓએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો : sabarkantha: હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર રહ્યા હાજર