Independence Day 2024: મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને ફાંસી થવી જોઈએ : PM Modi

August 15, 2024

Independence Day 2024: છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ પર થતા અત્યાચારની (crime against women) ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ દેશમાં અત્યારે કોલકત્તામાં (Kolkata) એક ટ્રેઇની ડોક્ટર (Trainee Doctor) સાથે થયેલી ક્રૂરતાથી આખો દેશ હચમચી ગયો છે. અનેક દિગ્ગજ નેતાઓએ આ મામલે નિવેદન આપ્યું છે. ગઈ કાલે રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પણ આ મામલે નિવેદન આપ્યું હતુ. જેમાં તેમણે દેશમાં મહિલાઓ સાથે બનેલી વિવધ ઘટનાઓને ટાંકને તંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે આજે પીએમ મોદીએ (PM Modi) 78મા સ્વતંત્રતા દિવસ (Independence Day) પર લાલ કિલ્લા પરથી દેશને સંભોધન કરતા મહિલાઓ પર થતા અત્યાર મામલે નિવેદન આપ્યું હતું.

મહિલાઓ પર થતા અત્યાચાર મામલે પીએમ મોદીનું નિવેદન

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, બીજી તરફ એ પણ ચિંતાનો વિષય છે કે આપણી માતાઓ અને બહેનો પર થઈ રહેલા અત્યાચારના કારણે લોકોમાં રોષ છે. અમે તેને અનુભવીએ છીએ. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની ઝડપથી તપાસ થવી જોઈએ અને ગુનેગારને ઝડપથી સજા મળવી જોઈએ. જ્યારે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સમાચારોમાં રહે છે, ત્યારે હું ઈચ્છું છું કે પાપ કરનારાઓને સજા મળે તેની ચર્ચા થાય. તેમને ફાંસી આપવી જોઈએ.વડાપ્રધાન મોદીએ કહ્યું કે સમયની જરૂરિયાત એ છે કે મહિલાઓ પર થતા અત્યાચાર માટે સજાનો વ્યાપકપણે પ્રચાર કરવામાં આવે જેથી તેના પરિણામોનો ડર રહે.જે લોકો ભયંકર કૃત્યો કરે છે તેમને સજા મળવી જોઈએ.

સાંકેતિક રીતે કોલકત્તામાં લેડી ડોક્ટર રેપ-મર્ડર કેસ મામલે કહી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા ઈશારામાં કોલકત્તામાં લેડી ડોક્ટર રેપ-મર્ડર કેસનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. જો કે, તેઓ તેમના ભાષણમાં ક્યાંય પણ આ ઘટનાનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા ન હતા. પરંતુ ગઈ કાલે આ મામલે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતુ જેમાં તેમણે કોલકત્તા ડોક્ટર રેપ-મર્ડર કેસ મામલે તંત્ર પર સવાલ ઉઠાવ્યા હતા આ સાથે તેમણે દેશમાં મહિલાઓ સાથે બનેલી અન્ય ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું ?

રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, કોલકત્તામાં જુનિયર ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘૃણાસ્પદ ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. તેની સામે જે રીતે ક્રૂર અને અમાનવીય કૃત્યોના સ્તર પછી સ્તર બહાર આવી રહ્યા છે, તે રીતે ડૉક્ટર સમુદાય અને મહિલાઓમાં અસુરક્ષાનું વાતાવરણ છે.”પીડિતાને ન્યાય આપવાને બદલે આરોપીને બચાવવાનો પ્રયાસ હોસ્પિટલ અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ ઘટનાએ અમને વિચારવા મજબૂર કરી દીધા છે કે જો મેડિકલ જેવી જગ્યાએ ડોક્ટરો સુરક્ષિત નથી. કોલેજ.” તો માતા-પિતાને તેમની દીકરીઓને ભણવા માટે બહાર મોકલવામાં શું ભરોસો હોવો જોઈએ? નિર્ભયા કેસ પછી બનેલા કડક કાયદા પણ આવા ગુનાઓને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યા છે?”

આ પણ વાંચો : Independence Day 2024 : PM મોદીએ લાલ કિલ્લા પરથી સતત 11મી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, રાષ્ટ્રને સંબોધિત કરતા કહી આ મોટી વાતો

દેશમાં મહિલાઓ સાથે થયેલ ઘટનાઓનો કર્યો ઉલ્લેખ

રાહુલ ગાંધીએ દેશના અલગ-અલગ ભાગોમાં મહિલાઓ વિરુદ્ધ થઈ રહેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “હાથરસથી ઉન્નાવ અને કઠુઆથી કોલકત્તા સુધી મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલી ઘટનાઓ પર, દરેક પક્ષ, દરેક વર્ગે ગંભીર ચર્ચા કરવા અને નક્કર પગલાં લેવા માટે એકસાથે આવવું પડશે. હું આ અસહ્ય દુઃખમાં પીડિતાના પરિવારની સાથે છું. તેઓ દરેક પરિસ્થિતિમાં ન્યાય મળવો જોઈએ અને ગુનેગારોને એવી સજા મળવી જોઈએ જે સમાજમાં ઉદાહરણ તરીકે સ્થાપિત થાય.

આ પણ વાંચો :  Independence Day 2024: 2047 સુધીમાં દેશ કેવી રીતે વિકસિત ભારત બનશે? જાણો પીએમ મોદીને દેશવાસીઓ તરફથી કેવા મળ્યા સૂચનો?

Read More

Trending Video