Independence Day 2024: સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાહુલ ગાંધીને પાછળની લાઈનમાં બેસાડવા પર હોબાળો, રક્ષામંત્રાલયે આપ્યો આ જવાબ

August 15, 2024

Independence Day 2024: દિલ્હીમાં (Delhi) લાલ કિલ્લા (Red Fort) પર આયોજિત સ્વતંત્રતા દિવસના (Independence Day) કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ (Congress MP) અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ જોવા મળ્યા હતા.આ પહેલીવાર હતું જ્યારે કોઈ વિપક્ષી નેતાએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો, કારણ કે છેલ્લા 10 વર્ષથી આ પદ ખાલી હતું.ત્યારે રાહુલ ગાંધીની બેસવાની જગ્યાને લઈને હોબાળો થયો છે.

10 વર્ષ બાદ વિપક્ષના નેતાએ  સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. 10 વર્ષ બાદ વિપક્ષી નેતાએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.  કારણ કે, લોકસભામાં વિપક્ષના નેતાનું પદ 2014 થી 2024 સુધી એટલે કે 10 વર્ષ સુધી ખાલી રહ્યું હતું. તે સમયગાળા દરમિયાન કોઈ પણ વિપક્ષી પક્ષ પાસે હોદ્દો સંભાળવા માટે પૂરતા સાંસદો નહોતા. પરંતુ આ વખતે  દેશમાં તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની બેઠકોની સંખ્યા 99 પર પહોંચી ગયા બાદ 25 જૂન, 2024ના રોજ રાહુલ ગાંધીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધીની બેસવાની જગ્યાને લઈને થયો હોબાળો

લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજર રહેલા રાહુલ ગાંધીની તસ્વીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.  આ તસ્વીરોમાં રાહુલ ગાંધી સફેદ કુર્તા પાયજામા પહેરીને ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. ત્યારે વિપક્ષના નેતા તરીકે તેમને પાછળની લાઈનમાં બેસાડવાને લઈને હાલ હોબાળો મચ્યો છે. આ મામલે યુઝર્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે અને મોદી સરકારને ટ્રોલ કરી રહ્યા છે.

સંરક્ષણ મંત્રાલય તરફથી મળ્યો આ જવાબ

રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થા અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થયા બાદ ઈન્ડિયાટુડેએ સંરક્ષણ મંત્રાલયના સૂત્રોને ટાંકીને એક સમાચાર પ્રકાશિત કર્યા છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીને પાછળ કેમ બેસવું પડ્યું? વાસ્તવમાં, મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કરવું પડ્યું કારણ કે આગળની હરોળ ઓલિમ્પિક મેડલ વિજેતાઓને ફાળવવામાં આવી હતી. જો કે, બેઠક યોજના બનાવવા માટે જવાબદાર સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પ્રોટોકોલ મુજબ, સામાન્ય રીતે વિપક્ષના નેતાને પ્રથમ કેટલીક હરોળમાં બેઠક આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન અને આવા કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા કરવાનું કામ સંરક્ષણ મંત્રાલય કરે છે.

આ પણ વાંચો :  Ahmedabad Mumbai Train: અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેનનો અકસ્માત, ડબ્બા છૂટા પડી જતાં મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા

Read More

Trending Video