Independence Day 2024: 2047 સુધીમાં દેશ કેવી રીતે વિકસિત ભારત બનશે? જાણો પીએમ મોદીને દેશવાસીઓ તરફથી કેવા મળ્યા સૂચનો?

August 15, 2024

Independence Day 2024: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)  78મા સ્વતંત્રતા દિવસના (78th independence day 2024) અવસર પર દેશની જનતાને શુભેચ્છા પાઠવી હતી. ગુરુવારે સવારે સૌથી પહેલા તેઓ રાજઘાટ ગયા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. જે બાદ તેમણે લાલ કિલ્લા પર સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રને સંબોધિત કર્યું છે.

2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના આ સુચનો મળ્યા

રાષ્ટ્રને સંબોધિત કરતી પીએમ મોદીએ કહ્યું કે, આપણા સંકલ્પ સાથે આપણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સક્ષમ છીએ. ‘વિકસિત ભારત 2047’ માત્ર શબ્દો નથી, તે 140 કરોડ લોકોના સંકલ્પ અને સપનાઓને દર્શાવે છે. તેમણે કહ્યું કે, લોકોએ ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવવા માટે ઘણા સૂચનો આપ્યા છે, જેમાં રાષ્ટ્રને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા અને ‘સીડ કેપિટલ’ બનાવવાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિકસિત ભારત માટે લોકોના સૂચનોમાં શાસનમાં સુધારો, ઝડપી ન્યાય પ્રણાલી, પરંપરાગત દવાઓને પ્રોત્સાહન વગેરેનો સમાવેશ થાય છે.

અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત છીએ : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે લોકો દેશ માટે મરવા માટે પ્રતિબદ્ધ હતા. આજે દેશ માટે જીવવા માટે પ્રતિબદ્ધ થવાનો સમય છે. જો દેશ માટે મરવાની પ્રતિબદ્ધતા આઝાદી અપાવી શકે છે તો દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા દેશને સમૃદ્ધ ભારત તરફ લઈ જઈ શકે છે. તેમણે કહ્યું કે અમારા સુધારા કોઈ રાજકીય મજબૂરી નથી. અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત છીએ.

અમે પાયાના સ્તરે મોટા સુધારા કર્યા : પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલા લોકો પરિવર્તન ઈચ્છતા હતા પરંતુ તેમની આકાંક્ષાઓ પર ધ્યાન આપવામાં આવતું ન હતું. અમે પાયાના સ્તરે મોટા સુધારા કર્યા છે. સુધારા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધત પ્રશંસા કે મજબૂરીને કારણે નથી, પરંતુ દેશને મજબૂત કરવાના અમારા સંકલ્પને કારણે છે.

આ પણ વાંચો : Independence Day 2024 : PM મોદીએ લાલ કિલ્લા પરથી સતત 11મી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, રાષ્ટ્રને સંબોધિત કરતા કહી આ મોટી વાતો

Read More

Trending Video