IND vs BAN : મેચ રમતા પહેલા જ બાંગ્લાદેશના કોચને ચિંતા !

September 18, 2024

IND vs BAN : આવતીકાલથી ભારત અને બાંગ્લાદેશ(IND vs BAN) ક્રિકેટ ટીમ વચ્ચે 2 ટેસ્ટ મેચની ક્રિકેટ સીરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
આ મેચ શરૂ થતા પહેલા જ બાંગ્લાદેશ(BANGLADESH) ક્રિકેટ ટીમના ધબકારા વધી ગયા છે. ટીમના મુખ્ય કોચ ચંડિકા હથુરુસિંઘાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિચ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે દાવો કર્યો છે કે તેને ખબર નથી કે પિચ કેવી હશે અને તે સ્પિનરને ક્યારે અને કેવી રીતે મદદ કરશે. બાંગ્લાદેશ(BANGLADESH)ના મુખ્ય કોચના ચહેરા પર પિચને લઈને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

ભારત સામે રમવું સૌથી મોટો પડકાર છે

પાકિસ્તાન(PALISTAN)ને ઘરઆંગણે 2-0થી હરાવ્યા બાદ ભારત(INDIA)ના પ્રવાસે આવેલી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. હવે બાંગ્લાદેશને પણ ભારત સામે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. દરમિયાન શ્રીલંકાના કોચ હથુરુસિંઘાએ કહ્યું કે તેમની ટીમ વિશ્વની શ્રેષ્ઠ ટીમ સાથે રમવા માટે ઉત્સાહિત છે. ભારતમાં આવવું અને રમવું એ આજકાલ સૌથી મોટો પડકાર છે. શ્રેષ્ઠ ટીમ સામે રમવાથી હંમેશા તમને ખ્યાલ આવે છે કે તમે ક્યાં ઉભા છો.

બાંગ્લાદેશ ટીમના કોચે શું કહ્યું?

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ચંડિકા હથુરુસિંઘા(chandika hathurusingha)એ કહ્યું કે ચેપોક પીચ સ્પોર્ટિંગ વિકેટ જેવી લાગે છે, પરંતુ તે જાણતા નથી કે તે સ્પિનરોને ક્યારે મદદ કરવાનું શરૂ કરશે. હાલમાં અહીં રમવા માટે યોગ્ય વિકેટ છે. પરંતુ ઉપમહાદ્વીપની સ્થિતિને ધ્યાનમાં લેતા, આ પહેલા દિવસથી બદલાઈ શકે છે. જો કે, તે ક્યારે વળાંક લેવાનું શરૂ કરશે તે નિશ્ચિત નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લાલ માટીની પીચ બંને ટીમના ઝડપી બોલરો માટે મદદરૂપ સાબિત થશે. કારણ કે, પીચ પર બાઉન્સ સારો રહેશે.

આ પણ વાંચો :

Vandalism of BAPS temple: ન્યુયોર્કમાં BAPS મંદિરમાં તોડફોડ

Read More

Trending Video