IND vs AUS : Ahmedabad માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ, મેચમાં ભારતનું પલડું ભારે

ઈતિહાસના સાક્ષી બનવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકોની ભીડ એકઠી થઈ છે.

November 19, 2023

ભારતીય ટીમ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે. વર્લ્ડકપ 2023નો ફાઇનલ જંગનો પ્રારંભ થવામાં હવે ગણતરીનો સમય જ બાકી છે. ત્યારે આ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નરેન્દ્રમોદી સ્ટડિયમમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ મહામુકાબલા માટે ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ જવા રવાના થઈ ગઈ છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલ

ICC વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમો ટૂંક સમયમાં એકબીજાનો સામનો કરવા જઈ રહી છે. આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2023 ફાઈનલ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળશે. આ વર્લ્ડ કપની પ્રબળ દાવેદાર ટીમ ઈન્ડિયા ગણાય છે. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજી વખત ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ફાઇનલમાં ટકરાશે.

ચાહકોની ભીડ ઉમટી

ઈતિહાસના સાક્ષી બનવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકોની ભીડ એકઠી થઈ છે. જો કે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમની બહાર ચાહકો સતત હાથમાં ત્રિરંગો લઈને ભારત માતા કી જય જેવા નારા લગાવતા જોવા મળે છે.

 ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક કહે છે, “આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઐતિહાસિક વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે. ત્યાં ભારે ભીડ છે પરંતુ બધું જ સુચારુ રીતે ચાલી રહ્યું છે. PM મોદી સાંજે અહીં આવશે…”

Read More

Trending Video