બહારનું ખાવાનો શોખ હોય તો ચેતી જજો ! જામનગરની પ્રખ્યાત મિલન રગડો નામની દુકાનમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાની ઘટના

September 3, 2024

Jamnagar : હાલ ચોમાસાની (monsoon) સિઝનમાં રોગચાળો (epidemic) વકરી રહ્યો છે અને તેમાય છેલ્લા કેટલાક સમયથી બહારની ખાવા પીવાની વસ્તુઓમાથી કોઈને કોઈ વસ્તુઓ નિકળી રહી છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની ઘટનાઓ સામે આવતા લોકોમાં પણ સવાલ થઈ રહ્યા છે કે, ખાવું તો ખાવું શું ? ત્યારે જામનગરમાથી (Jamnagar) આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુકાનદારે ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવાની ઘટના બનવા પામી છે. ત્યારે આ ઘટનાને લઈને ગ્રાહકમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગ્રાહકે તેનો વીડિયો પણ બનાવીને વાયરલ કર્યો છે.

જામનગરની પ્રખ્યાત મિલન રગડો નામની દુકાનમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાની ઘટના

મળતી માહિતી પ્રમાણે જામનગર જીલ્લાના લાલપુર તાલુકા ખાતે આવેલ પ્રખ્યાત મિલન રગડો નામની ખાણીપીણીની દુકાનમા ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવાની ઘટના સામે આવી છે. જેમાં જામનગર જીલ્લાના લાલપુરમા આવેલ મિલન રગડા નામક ખાણીપીણીની દુકાનમા વાસી શાકભાજી, વાસી બેકરીના પાઉં સાથે રગડામા રખડતી જીવતી ઈયળનો વિડીયો જાગૃત યુવકો દ્વારા સોશિયલ મીડીયામા વાઈરલ કરવામાં આવ્યો છે તેમજ આ મામલે ફુડ સેફટી વિભાગને અને આરોગ્ય ખાતાને આધાર પુરાવા સાથે ફરીયાદ પણ નોંધાવવામા આવી છે.આ સાથે સ્થાનિક મામલતદાર કચેરી તથા કલેકટર કચેરીને પણ ફરીયાદ કરવામા આવી છે.

મિલન રગડાના માલિકે તંત્ર કે આરોગ્ય ખાતાનો કોઈ ભય નથી !

ઉલ્લેખનીય છે કે, ચોમાસામા વિવિધ રોગાચાળા ફાટી નીકળવાની દહેશતના સમયે, ખાણીપીણીની ઉચ્ચ કિંમત વસુલીને હલકી કક્ષાનુ ગ્રાહકોના આરોગ્યને ગંભીર અસર કરે તેવુ ખાણીપીણીનો સામાન ખુલ્લેઆમ વેચતા મિલન રગડાના માલિકે તંત્ર કે આરોગ્ય ખાતાનો કોઈ ભય નથી એમ યુવકોને કહી ધુત્કારેલ પણ હતા, તંત્રમા લાંચ આપીને મારા ખીચ્ચામા કરી લઈશ, તમારેથી થાય એ કરી લ્યો, એવા ઘમકી ભરેલ શબ્દો પણ આચરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામા આવ્યો છે. આમ લાલપુર તાલુકાના લોકો તથા અન્ય લોકોએ મિલન રગડા નામક દુકાન પર વાસી આરોગ્યને હાનિકારક ખોરાક ખાતા પહેલા ચેતવું જોઈએ તેમ પણ ગ્રાહક દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :ગુજરાતમાં ભાદરવો વરસાદથી રહેશે ભરપૂર, આ વિસ્તારો થશે જળબંબાકાર,અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Read More

Trending Video