Eco Sensitive Zone: ઇકો સેન્સિટિવ ઝોનનો (Eco Sensitive Zone) મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે આ મામલે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આ ઈકોઝોને નાબુદ કરવાની માંગ કરી રહ્યા છે આ વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે ઈકો સેન્સિટિવ ઝોન સામે વિરોધ કરવા પહેલા જ આપ નેતા પ્રવિણ રામ દ્વારા ખેડૂતોને એકઠા થવા આહ્વાન કર્યું હતું. ત્યારે આ રેલી માટે ખેડૂતોએ મંજૂરી માંગી હતી પરંતુ તેમની આ રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી તેમ છતા પણ ખેડૂઓએ ટ્રેક્ટર રેલી યોજી હતી. આ રેલીમાં આપ નેતાઓ પણ જોડાયા છે, કરસનદાસ દાપુ, ગોપાલ ઈટાલિયા, પાલ આંબલિયા , હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પણ આ રેલીમાં જોડાયા હતા અને વિરોધ નોંધાયો હતો.
ખેડૂતોને ટ્રેક્ટર રેલીને મંજૂરી નહીં મળતા પ્રવિણ રામ લાલઘૂમ
ઇકોઝોનની વિરુદ્ધમાં વિસાવદર ખાતેની ટ્રેક્ટર રેલીની પોલીસ દ્વારા મોડી રાત્રે પરમિશન રદ કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી હોવાનો પ્રવિણ રામે આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, પરમિશનમાં રોળા નાખી ભાજપે એમની ખેડૂત વિરોધી માનસિકતા છતી કરી છે. તેમણે એમ પણ કહ્યુ કે, પોલીસ પરમિશન ના આપે તો પણ ટ્રેક્ટર રેલી ગાધિસિંધ્યા માર્ગે યોજાશે અને હવે વધારે આક્રોશથી ખેડૂતો જોડાશે, ભાજપ ખેડૂતોનો અવાજ દબાવી નહિ શકે.
ટ્રેક્ટર રેલીમાં પરેશ ગોસ્વામીનો હુંકાર
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ,તંત્ર દ્વારા આ રેલીને રોકવાનું આયોજન કરવામા આવ્યું છે આ રેલી કોઈ રાજકીય રેલી નથી આ ખેડૂતોની રેલી છે. ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે છતા પણ ખેડૂતોને પોતાની વાત પણ રજૂ કરતા રોકવામા આવતું હોય તો આનાથી મોટી કોઈ દુખની વાત ન હોઈ શકે તે એક રીતે લોકસાહીનું ગળુ દબાવી દેવામાં આવી રહ્યુ છે. નક્કી કરેલું છે કે, પ્રાંત અધિકારીની ઓફિસ સુધી જવાનું અને ત્યાં જઈને રહેશું. આ સાથે કોઈને અડચણ ન થાય તે રીતે રેલી યોજવા જણાવ્યું હતું.
સરકાર સામે ખેડૂતો લડા લેવાના મૂડમાં
મહત્વનું છે કે, ગીરના ઇકો સેન્સેટિવ ઝોનનું (eco-sensitive zone) પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સતત ગીર બોર્ડર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ જોવા મળી રહ્યો છે આ વિરોધમાં આપ પાર્ટી પણ જોડાઈ છે તેમજ કેટલાક ભાજપના નેતાઓએ પણ આ કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ સરકારે ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી ત્યારે હવે આ મામલે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ખેડૂતોની સરકાર સામેની આ લડાઈ હવે ઉગ્ર બની ગઈ છે જેથી રાજકારણમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છ સરકાર ભલે પોતાના નેતા અને અધિકારીઓને આ કાયદાના ફાયદા વિશે સમજાવવા માટે ઉતારે પરંતુ ખેડીતોને ખબર છે કે, તેમને તો નુકસાન જ છે ત્યારે ખેડૂતો હવે સરકાર સામે લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે જેથી આ લડાઈનો શું અંત આવે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો : રાજસ્થાનમાં ભયાનક માર્ગ અકસ્માત, હાઈવે પર દોડતી કારનું ટાયર ફાટ્યું, કારમાં સવાર 5 લોકોના મોત