Eco Sensitive Zone મામલે કોંગ્રેસે ખેડૂતોને સરકાર સામે લડાઇ લડવા કરી હાંકલ, હવે કોંગ્રેસ કરાવશે મતદાન

October 10, 2024

Eco Sensitive Zone: કેન્દ્ર સરકાર (central government ) દ્વારા જૂનાગઢ (Junagadh),ગીર સોમનાથ (Gir Somnath) અને અમરેલી (Amreli) જિલ્લાના 197 જેટલા ગામોમાં નવા ઇકો ઝોનના કાયદાની અમલવારીને લઈને પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ કાયદાને લઈને તમામ 197 અસરગ્રસ્ત ગામના લોકો,ખેડૂતોની સાથે ભાજપ-કોંગ્રેસના રાજકીય આગેવાનો અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા સહકારી આગેવાનો પણ વિરોધમાં ઉતર્યા છે.હવે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો વધુને વધુ સળગતો બની રહ્યો છે. ત્યારે આ મામલે ગઈ કાલે કોંગ્રેસે ખેડૂતો સાથે સંવાદ યોજ્યો હતો. જેમાં આ કાયદા સામે લડવા માટે ખેડૂતોને હાંકલ કરવામા આવી છે.

ઇકો સેંસીટીવ ઝોન મામલે કોંગ્રેસે ખેડૂત સાથે સંવાદ યોજ્યો

મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ધારી ખાતે ઇકો સેંસીટીવ ઝોન મામલે કોંગ્રેસે ખેડૂત સાથે સંવાદ યોજ્યો હતો જેમાં ઈકો સેંસીટીવ ઝોનમાં ગ્રામીણ ગામડાની મુશ્કેલી માટે કોંગ્રેસ આગળ આવી છે ગત રોજ ધારીના નર્મદેશવર મંદિરના પટાંગણમાં ખેડૂત સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા.

કોંગ્રેસે ખેડૂતોને સરકાર સામે લડાઇ લડવા કરી હાંકલ

આ કાર્યક્રમમાં શક્તિસિંહે ખેડૂતોને જંગલરાજના કાયદા સામે સાચી સમજણ આપી હતી અને સરકાર ખેડૂતોની રક્ષકની જગ્યાએ ખેડૂતોને નવા કાયદાથી મુશ્કેલીમાં મૂકવાનું પાપ કરતી હોય તેની સામે લડાઇ કરવાની હાંકલ કરી હતી જ્યારે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, જેનીબેન ઠુમ્મર, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, પાલ આંબલીયા સહિતના નેતાઓ દ્વારા ખેડૂતો સાથે સંવાદ યોજ્યો હતો.

ઈકો સેંસીટીવ ઝોન મામલે કોંગ્રેસ કરાવશે મતદાન

પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીએ ઇકો ઝોન મામલે જનતા પર જંગલ રાજનો પ્રયાસ ગણાવ્યો હતો તેમજ રિલાયન્સ કંપનીની જમીનો, ઉદ્યોગો ચાલતા હોય ત્યાં ઇકો સેંસીટીવ ઝોન કાયદો નહિ લાગે તેવો ટોણો અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એન પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કર્યો હતો. આ સાથે ઈકો સેંસીટીવ ઝોન કાયદા સામે પ્રતાપ દુધાતનો નવતર પ્રયાસ કરવાનું જણાવ્યું હતું જેમાં ઈકો સેંસી ટીવ ઝોન રાખવો છે કે નહી તે અંગે મતદાન કરાવાશે તેવું અમરેલી જિલ્લાના 72 ગામડાઓમાં પ્રતાપ દુધાત દ્વારા મતદાન કરવાની પદ્ધતિ અમલીકરણ કરવાની જાહેર મંચ પરથી વાત કરી હતી. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે બાંયો ચઢાવતા અને ખેડૂતો સરકાર સામે વિરોધમાં ઉતરશે તો સરકારને મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો :  Ratan Tata Passed Away : દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના ઉત્તરાધિકારી કોણ હશે, જેઓ રૂ. 3800 કરોડનું સામ્રાજ્ય સંભાળશે?

Read More

Trending Video