પીઆઈએલ નદીને બચાવવાની છે અને તમે બધા સંતાકૂકડી રમી રહ્યા છો.. હાઈકોર્ટે તમામ પક્ષકારોને લગાવી ફટકાર

July 30, 2024

Sabarmati Pollution : સાબરમતી નદીમાં (Sabarmati river) પ્રદૂષણ (Pollution) મામલે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સમક્ષ થયેલી જાહેર હિતની રિટ અરજીની પર આજે સુનાવણી હાથ ધરવામા આવી હતી આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જોઇન્ટ ટાસ્ક ફોર્સને ફટકાર લગાવી હતી.

સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુનાવણીમાં કોર્ટે તમામ પક્ષકારોને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યુ કે, પીઆઈએલ નદીને બચાવવાની છે અને તમે બધા સંતાકૂકડી રમી રહ્યા છો, આ સાથે હાઈકોર્ટમાં પ્રદુષિત નદીનો વીડીયો પણ બતાવવામા આવ્યો હતો. જેને જોતા હોઈકોરેટે કહયું કે,CETPમાંથી છોડવામાં આવતું આ કેમિકલયુક્ત પાણી આજે જ બંધ કરવું જોઈએ. આ સાથે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મેગા ક્લીન એસો અને AMC કમિશનરને એફિડેવિટ ફાઇલ કરવા આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટે આપ્યો આ આદેશ

ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે પરંતુ 2023 પછી ઇન્સ્પેક્શન થયું નથી, જીપીસીબીને આજે અને આવતી કાલ સુધીમાં તમામ CETPનું ઇન્સ્પેક્શન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ટાસ્ક ફોર્સે પણ ઇન્સ્પેક્શન કરીને રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.

આ પણ  વાંચો : Parliament Monsoon Session: સાંસદ Parshottam Rupala બોલવા ઉભા થયા તો વિપક્ષે કેમ મચાવ્યો હોબાળો ?

Read More

Trending Video