Surendranagar: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે અનેક લોકો મહિલાઓને આ ખાસ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સુરેન્દ્રનગરમાં મહિલા સુરક્ષાના દાવા પોકળ સાબિત થયા છે. સુરેન્દ્રનગરમાં અનેક મહિલાઓ ગુમ થયા પછી તેમનું ક્યાં ગઈ તેનં શું થયું તે અંગે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી.

એક વર્ષમાં ગુમ થયેલ મહિલાઓના આંકડા
આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે આજે મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાને લઈને મોટી મોટી વાતો થતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવા પોકળ સાબિત થયા છે. જાણકારી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં 1 વર્ષમાં 93 મહિલાઓ ગુમ થઇ હોવાની ફરિયાદ દાખલ થઈ છે. આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓ પર થતા અત્યાચાર અને શોષણના બનાવો પણ વધ્યા છે. એક જ વર્ષમાં 20થી વધુ પોસ્કોની ફરિયાદો દાખલ થઈ છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓ સલામતીના તંત્રના પોકળદાવા સાબિત થયા છે.

મહિલાઓમાં જાગૃતતા ખુબ જરુરી : રૂદ્રાબેન આચાર્ય
સામાજિક કાર્યકર રૂદ્રાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ સાથે મહિલાઓની સલામતી પણ જરૂરી છે. તાજેતરમાં એવું જાણવા મળ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી 90 થી 100 જેટલી મહિલાઓ ગુમ થઈ છે ગુમ થયા પછી આ મહિલાઓની કોઈ ભાળ નથી. તાજેતરમાં સુરેન્દ્રનગરમા એક બનાવ બન્યો છે કે, જેમા એક દિકરીને બહાર નિકળતી જોઈ પછી તે ક્યાં ગઈ તે આજદિન સુધી ખબર નથી પડી કે , તે ક્યાં ગઈ છે. ત્યારે મહિલાઓની સલામતી, જાળવણી, મહિલાઓનો અભ્યાસ, મહિલાની રોજગારી પણ ખુબ જરુરી છે આ સાથે મહિલાઓ પોતે પણ સજાગ થવાની જરુર છે. અત્યારે ઘણી જગ્યાએ મહિલાઓને ભોળવીને છે ત્યારે આ બધા માટે મહિલાઓમાં જાગૃતતા ખુબ જરુરી છે. માત્ર મહિલા દિવસ ઉજવીને, ગૌરવ લઈને બેસી રહીશું તે નહી ચાલે દરેક સમાજે, માતા પિતાએ જે જગ્યાએ મહિલા સર્વીસ કરતી હોય તે તમામ જગ્યાએ જાગૃત રહેવાની જરુર છે.

મહિલા કાર્યકર તૃપ્તિબેનનું નિવેદન
મહિલા કાર્યકર તૃપ્તિબેનએ જણાવ્યું હતું કે, આપણે બહેનોની સલામતી, બાળકીઓની સલામતી માટે ઘણા પગલા લીધા છે તે ઘણા અસરકારક પણ બન્યા છે તે છતાય મેં એક આંકડો જોયો કે, સુરેન્દ્રનગરમા આ વર્ષ દરમિયાન લગભગ 93 જેટલી બહેનો ગુમ થયેલી છે. આ જેના પર વીતી હોય તેને જ ખબર પડે અને તેના પરિવાર જનોને ખબર પડે, કે કેટલી મુશ્કેલીની વાત છે. એવું નથી કે ગુમ થયેલી મહિલાઓમાં માત્ર કુવારી છોકરીઓ જ છે તેમાં પરિણીત મહિલાઓ પણ છે.
આ પણ વાંચો : કોઈ યુવાન રાહુલ ગાંધી બનવા તૈયાર નથી : હર્ષ સંઘવી