KKK 14 : રોહિત શેટ્ટીની પીઠ પાછળ નવો ડ્રામા શરૂ

August 18, 2024

KHATRON KE KHILADI 14 : ‘ખતરો કે ખિલાડી 14’માં દરરોજ સ્પર્ધકો વચ્ચે જોરદાર અને ખતરનાક લઢાઈ જોવા મળી રહી છે, જેના કારણે શો સમાચારોમાં રહે છે. હવે સ્ટંટને બાજુ પર છોડીને, ખેલાડીઓ રોહિત શેટ્ટી ( ROHIT SHETTY ) ની પીઠ પાછળ એકબીજાને રોસ્ટ કરતા જોઈ શકાય છે.

સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 14’ (KHATRON KE KHILADI 14)ની આ ધમાકેદાર સિઝન લોકોમાં ખૂબ જ ચર્ચામાં છે. ટીવી પરના સૌથી લોકપ્રિય રિયાલિટી શોમાંથી એક ‘ખતરો કે ખિલાડી’ના સ્પર્ધકો આ દિવસોમાં તેમની હરકતો અને ઝઘડાઓને કારણે ચર્ચામાં છે. આ શોનો એક નવો પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પર્ધકો એકબીજાને રોસ્ટ ( ROAST ) કરતા જોવા મળે છે. હવે ‘ખતરો કે ખિલાડી 14’ના ફાઇનલિસ્ટ અને વિજેતાઓને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

 

'ખતરો કે ખિલાડી 14'મા રોહિત શેટ્ટીની પીઠ પાછળ સ્ટંટ છોડીને નવો ડ્રામા શરૂ ?
‘ખતરો કે ખિલાડી 14’મા રોહિત શેટ્ટીની પીઠ પાછળ સ્ટંટ છોડીને નવો ડ્રામા શરૂ 

ખતરો કે ખિલાડી બન્યો રોસ્ટનો શેકતો અખાડો

આગામી એપિસોડના નવા પ્રોમોમાં, શાલિન ભનોટ ( SHALIN BHANOT), અભિષેક કુમાર ( ABHISHEK KUMAR ), નિયતિ ફતનાની, કરણ વીર મેહરા, ગશ્મીર મહાજાની, આશિષ મેહરોત્રા, નિમરીત કૌર આહલુવાલિયા, અદિતિ શર્મા, સુમોના ચક્રવર્તી અને ક્રિષ્ના શ્રોફ એક ટીમ તરીકે એકબીજાને રોસ્ટ કરતાજોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પ્રોમોમાં રોહિત શેટ્ટી જોવા મળ્યો નથી અને તેની ગેરહાજરીમાં સ્પર્ધકો સ્ટંટ ટાસ્કને લઈને એકબીજાને રોસ્ટ કરતા જોવા મળે છે. ‘ખતરોં કે ખિલાડી 14’ના ગ્રાન્ડ ફિનાલે અને વિજેતાને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે.

https://www.instagram.com/reel/C-w2SViNR_Y/?igsh=NHF1aDliZnU3dzA4

 

હોસ્ટ રોહિત શેટ્ટીનો શો દર્શકોમાં ઉત્તેજનાનું સ્તર વધારી રહ્યો છે, જેની અસર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે. ‘ખતરો કે ખિલાડી 14’નો નવો પ્રોમો શેર કરતી વખતે કેપ્શન લખવામાં આવ્યું છે, ‘જે ખેલાડીઓને પોતાની ક્ષમતા પર ગર્વ છે, એ જ ખેલાડીઓએ એકબીજાને રોસ્ટ કર્યા.’ આ વીડિયોમાં દરેક વ્યક્તિ એકબીજાને હરાવવાની વાત કરતા જોવા મળે છે. શાલીન ભનોટ-નિમૃત કૌર, અભિષેક કુમાર-નિયતિ ફતનાની, ગશ્મીર મહાજાની, આશિષ મેહરોત્રા અને અદિતિ શર્મા-સુમોના ચક્રવર્તી સ્ટંટ માટે પડકાર આપતા જોવા મળે છે.

 

આ પણ વાંચો :

Rakshabandhan 2024 : રક્ષાબંધના તહેવારે રાખડી બાંધવા પર ભદ્રાની અસર નહી થાય, જાણો શુભમુહર્ત કયુ છે.

Read More

Trending Video