Toll Tax in Gir Somnath : કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) દ્વારા લોકસભામાં આપેલા નિવેદન મુજબ બે ટોલનાકા વચ્ચેનું અંતર 60 કિ.મી. હોય છે. આમ છતાં કોઈ સ્થળે ઓછા અંતરે ટોલનાકુ હોય તો વાહન ચાલકોએ અહી ટોલ આપવાનો થતો નથી. ત્યારે કેન્દ્ર સરકારના નિયમો જાણે ગીરસોમનાથનું તંત્ર ગોળીને પી ગયુ હોય તેમ લાગી રહ્યું છે. અહીં 63 કીમી માં પહેલે થી જ 2 ટોલનાકા છે, છત્તા ત્રીજુ ટોલનાકું પણ ઉભું થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. ગીર સોમનાથમાં તો જાણે તંત્રએ લુંટ મચાવી છે ત્યારે ટોલ ટેક્ષ મુદ્દે હવે ગીરસોમનાથની રાજનીતી ગરમાઈ છે.
ગીર સોમનાથમાં ટોલ ટેક્ષ મુદ્દે હવે રાજનીતી ગરમાઈ
ઉના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય પુંજા વંશએ મુ્ખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ટુંક સમયમાં શરુ થનારા ટોલનાકા અંગે તપાસની માંગ કરી છે. તેમણે ડારી, સુંદરપુરા અને વેળવા ગામના ટોલનાકાની તપાસ કરવાની માંગ કરી છે. નિયમ પ્રમાણે બે ટોલનાકા વચ્ચે 60 કિલો મીટરનું અંતર હોવું જરુરી છે. પરંતુ અહીં 63 કિલોમીટરમાં જ ટોલનાકા ઉભા કરી દેવામાં આવ્યા છે. કઈ વાત સાચી છે તે નેશનલ ઓર્થોરીટી ઓફ ઈન્ડિયાના આધિકારીઓ કરે. તેજ તેમણે નિતીન ગડકરીને વિનંતી કરી છે કે, તેઓ તાત્કાલિક આ અંગે તપાસ કરાવડાવે, આ મામલે પૂજા વંશે કહ્યુ કે, અહીંયા જે નેશનલ ઓર્થોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ છે તે ખોટા છે અને જો તેઓ સાચા હોય તો નિતીન ગડકરીએ પાર્લામેન્ટમા જે વાત કરી છે તે ખોટી છે.
હીરા જોટવા પણ આવ્યા મેદાને
આ જ મુદ્દે હીરા જોટવા પણ મેદાને આવ્યા છે. અને 3 ટોલનાકા ઉભા થયા છે તો તપાસની માંગણી પણ તેઓ કરી છે. ગીર સોમનાથના લોકો તંત્ર સામે રોષે છે.
નીતિન ગડકરીએ લોકસભામાં આપ્યું હતુ આ નિવદેન
તાજેતરમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝપ્રધાન નીતિન ગડકરીએ લોકસભામાં એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં 60 કિમીથી ઓછા અંતરની વચ્ચે ટોલ નાકા ના હોવા જોઈએ, પણ કેટલીક જગ્યાએ આવા ટોલ નાકા ચાલી રહ્યા છે.હું સંસદને વિશ્વાસ અપાવું છું કે આવા બધા ટોલ નાકા સરકાર આગામી ત્રણ મહિનામાં બંધ કરી દેશે, કેમ કે એ ખોટાં કામ અને એવા ટોલ નાકા ચલાવવા ગેરકાયદે છે.આ સાથે તેમણે એમ પણ કહ્યું હતુ કે, “જો તમે સારી સેવાઓ આપતા નથી, તો તમારે ટોલ વસૂલવો જોઈએ નહીં ત્યારે શું ગીરસોમનાથમાં એટલા સારા રોડ છે કે, ત્રણ ત્રણ ટોકનાકા ઉભા કરી દેવામા આવ્યા છે. તંત્રને જનતા પાસેથી ટેક્ષ તો વસુલ કરવો છે. પણ જનતાને તેમના જ ટેક્ષના પૈસાથી સુવિધાઓ આપવી નથી. રોડ બનાવવવામાં આવે છે, પણ એ રોડમાં ભ્રષ્ટાચાર માત્ર 6-7 મહીના અથવા 1 વર્ષમાં તો દેખાઈ જ આવે છે. સરકાર કરોડો રુપિયા ટેક્ષના જનતા પાસેથી લેય તેમાંય આ અધિકારીઓ પોતાની તો કટકી કરી જ લેતા હોય છે. સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જાય છે. છત્તા ટોલટેક્ષ લેવા 3-3 ટોલનાકા ઉભા કરી દેવામા આવે છે.ત્યારે આ મામલે ગીરસોમનાથની જનતામાં પણ રોષ છે.
આ પણ વાંચો : J-K Assembly Elections : J-K માં સવારે 11 વાગ્યા સુધી 26.72% મતદાન, સૌથી વધુ ક્યા થયું મતદાન