vav by election : બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની હાઈપ્રોફાઈલ વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે જેમ જેમ ચૂટણી નજીક આવી રહી છે તેમ તેમ આ બેઠક પર રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોરએ (Geniben thakor) ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ બેઠક ગેનીબેનનો ગઢ ગણાય છે. જેથી ગેનીબેનની નજીકના ગણતા ગુલાબસિંહ રાજપુતને (Gulabsinh Rajput) ઉમેદવાર જાહેર કરે છે તેવું ચર્ચાઈ રહ્યુ હતુ. આમ તો કોંગ્રેસમાંથી આ બેઠક માટે 4 નામોની ચર્ચા થઈ રહી હતી પરંતુ ગુલાબસિંહ નામ પર કોંગ્રેસ પસંદગીનો કળશ ઢોળે તેવી ચર્ચા ઉઠતા હવે કોંગ્રેસમાંથી નારાજગીના સૂર ઉઠ્યા છે. આ બેઠકના મજબુત દાવેદાર ઠાકરશી રબારીએ ગુલાબસિંહનું નામ ફાઈનલ થયુ હોવાનું ચર્ચાતા ઠાકરશી રબારીએ ગેનીબેન પર કટાક્ષ કર્યો છે.
ઠાકરશી રબારીએ ગેનીબેનને માર્યો ટોણો!
આજે વાવ ખાતેના ધાર્મિક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ ગેનીબેન પર ટીકીટને લઈને કટાક્ષ કર્યો હતો. ઠાકરશી રબારીએ જાહેર સ્ટેજ પરથી બનાસના બેન અને ગુલાબના બેન કહી સ્વાગત કરતો કટાક્ષ કર્યો હતો.ઠાકરસીએ ગેનીબેનને ટોણો મારતા કહ્યુ કે, આપણી વચ્ચે બનાસના બહેન અને ગુલાબના બહેન ગેનીબેન આવી રહ્યા છે તેમનું પણ હુ સ્વાગત કરુ છું.આ સાથે ઠાકરશી રબારીએ જાહેર સ્ટેજ પરથી કહ્યું પક્ષ માટે મેં બલિદાન આપ્યું છે સાંસદ ગેનીબેન તરફ કટાક્ષ કરતાં કહ્યું ભગવાન મને અને મારાં સમાજને શક્તિ આપે કે ભવિષ્યમાં કોઈ પક્ષ અથવા કોઈ ચૂંટણી લડવામાં કમજોર ન સમજે અને કોઈ ની જરૂર ન પડે આમ સાંસદ ગેનીબેનના અંગત મનાતા ઠાકરશી રબારીએ જાહેરમાં ગેનીબેન પરકટાક્ષ કરતા રાજકારણ ગરમાયું છે.
ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા
વાવ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂત ઉપરાંત ઠાકરશી રબારી અને કે.પી. ગઢવી દાવેદારોની રેસમાં આગળ હતા. અપેક્ષિત ઉમેદવારો ઠાકરશી રબારી અને કે.પી. ગઢવીએ પણ કોંગ્રેસ પક્ષ જે ઉમેદવાર મુકશે તેને સમર્થન આપવાની વાત કરી હતી તેમણે એક સુરે કહ્યુ હતુ કે, મોવડી મંડળ જે પણ નામ નક્કી કરે તે સૌને માન્ય રહેશે. પરંતુ ગઈ કાલથી ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકે છે ત્યારે હવે ગુલાબસિંહ રાજપૂતનું નામ સામે આવતા ઠાકરશી રબારી નારાજ થયા હોય તેવું લાગી રહ્યુ છે. તેમણે આજે જાહેર મંચ પરથી ગેનીબેન ઠાકોરને ટોણો માર્યો છે તે તેમની નારાજગી દર્શાવે છે ત્યારે હવે ઠાકરશી રબારીની નારાજગી બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી હોય તેવું લાગી રહ્યુ છે. કોંગ્રેસેમાં ઉમેદવારીને લઈને વિખવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ તો કોંગ્રેસે કોઈ ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું તે પહેલા વિખવાદ સર્જાયો છે જેથી કોંગ્રેસ અને ગેનીબેન કેવી રીતે આ નારાજગીને દૂર કરે છે તેમજ ઉમેદવાર જાહેર થયા બાદ જે ઉમેદવારો નારાજ થાય તેમને કેવી રીતે સાચવે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Eco Sensitive Zone મુદ્દે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં , મંજૂરી નહીં છતા પણ ટ્રેક્ટર રેલી યોજી કર્યો વિરોધ