હાલ નવરાત્રિમાં રાજ્યભરમાં ગરબાની ધૂમ ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે હાર્ટ એટેકની ઘટનાઓ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યમાં હાર્ટ એટેકે વધુ ત્રણ યુવાનોનો ભેગ લીધો છે. રાજ્યમાં હાર્ટ એટેકથી 4 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદ અને ધોરાજી અને વડોદરા તેમજ ખેડામાં હાર્ટ એટેકથી મોત થયાની વિગતો મળી છે.
હાર્ટ એટેકથી 4 યુવાનોના મોત
રાજ્યમાં વધતા જતા હાર્ટ અટેક અને મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. રાજ્યમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ મોતના કિસ્સા સામ આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં 4 યુનાનોના હાર્ટ એટેકથી મોત થયા છે.
કપડવંજના યુવકનું હાર્ટ એટેકથી મોત
ખેડાના કપડવંજમાં છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા યુવકનું મોત થયું હોવનું સામે આવ્યું છે. કપડવંજમા વીર શાહ નામનો 17 વર્ષીય યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેને અચાનક નાકમાંથી બ્લીડીંગ થવા લાગ્યું જેથી તેને હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો. જ્યાં
અમદાવાદમાં હાર્ટ એટેકની ઘટના
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ નામનો 28 વર્ષિય યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો.
વડોદરામાં ગરબા રમતી વખતે આવ્યો હાર્ટ એટેક
વડોદરમાં પણ ગરબા રમતી વખતે અચાનક યુવકને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. જેમાં શહેરના હરણી વિસ્તારના સંસ્કૃતિ એન્કલેવમાં રહેતાં રહીશ શંકરભાઇ રાણાનું હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં હાર્ટ એટેકની ઘટના
સુરતના પલસાણાની સર્વોદય સોસાયટીમાં ગરબે ઘૂમતા યુવકનું અચાનક મોત નિપજ્યુ છે. રાહુલ રાઠોડ નામનો યુવક ગરબાના તાલે ઝુમી રહ્યો હતો અને અચાનક ઢળી પડ્યો હતો.
ધોરાજીમાં શ્રમિક યુવકનું હાર્ટ અટેકથી મોત
રાજકોટના ધોરાજીના ભાદર બે ડેમના પાટિયામાં સમારકામ કરતાં શ્રમિક યુવકનું હાર્ટ અટેકના કારણે મોત નિપજ્યું હતું. આશુ કુમાર દિનેશભાઈ સોનકાર નામનો 28 વર્ષીય યુવક ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યો હતો.