IMD Weather Forecast: હવામાન વિભાગે (Meteorological Department) ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર છત્તીસગઢ પર દબાણના પ્રભાવ હેઠળ, 11 સપ્ટેમ્બરે મધ્ય ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ મધ્યપ્રદેશમાં 11મી સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય અને દક્ષિણ મિઝોરમમાં 13 થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન ?
તાજેતરના દિવસોમાં ભારે વરસાદે ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે IMD અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાનમાં 11 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી અને 12 સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી
બીજી તરફ અમદવાદ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે નવસારી, તાપી, નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
આજે ગુજરાતના ક્યાં વિસ્તારોમાં પડશે વરસાદ
હવમાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરવામા આવી છે.
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે યુપીના બાંદા, ચિત્રકૂટ, કૌશામ્બી, પ્રયાગરાજ, પ્રતાપગઢ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય સોનભદ્ર, મિર્ઝાપુર, ચંદૌલી, વારાણસી, સંત કબીર નગર, જૌનપુર, કાનપુર નગર, રાયબરેલી, અમેઠી, સુલતાનપુર અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ તેમજ વીજળી પડવાની સંભાવના છે.
આ પણ વાંચો : Gujarat News : ગુજરાતમાં શાંતિના દુશ્મન કોણ ? સુરત બાદ ભરૂચ અને કચ્છમાં કોમી ભડકો !