Idar : ઇડરમાં દલિત યુવકને જાહેરમાં નગ્ન કરીને માર્યો માર, રમણલાલ વોરાનું અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષે માંગ્યું રાજીનામુ

March 17, 2025

Idar : ઈડર પાસે આવેલા ચડાસમા ગામના દલિત યુવકને નગ્ન કરી માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના 11 માર્ચે બની હતી પણ આજે 17 માર્ચ થઇ ગઈ છતાં હજુ કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. અગમ્ય કારણોસર આ યુવકને રાત્રીના સમયે નગ્ન કરી માર મારવામાં આવ્યો હતો. આ બનાવને પગલે દલિત પરિવાર ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર બન્યો છે. પીડિત યુવકને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. RMOની ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું કે યુવકને શરીરના ભાગે ઇજા અને કાનમાં ઈજા પહોંચી છે. દલિત પીડિત યુવકની માતા અને નાની દીકરી સહિત પરિવારનું હૈયાફાટ રૂદન. દલિત યુવકની દીકરીએ પણ ન્યાય માટે અપીલ કરી.

અનુસૂચિત જાતિ મોરચા આવ્યું દલિત યુવકના સમર્થનમાં

આ બનાવને પગલે અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ વૈભવ ચાવડાએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ ધારાસભ્ય રમણભાઈ વોરાના રાજીનામાની પણ માંગ કરી હતી. વૈભવ ચાવડાએ દલિત પરિવારના ઘરે જઈને બનાવની વિગતો સાથે પોલીસ સ્ટેશન રજુઆત કરી ન્યાય માટે અપીલ કરી. વૈભવ ચાવડા સહિત તેમની સમગ્ર ટીમ પરિવારની સાથે ન્યાય માટે લડત આપવા તૈયાર છે. પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આવું ખરાબ કૃત્ય કરનારાઓને કડકમાં કડક સજા મળે તે માટે રજુઆત કરવામાં આવી છે. આ સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ મામલે જલ્દી જ એક્શન લેવા રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોShankersinh Vaghela : શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, બાપુએ ભાજપના લુખ્ખા નેતાઓની પોલ ખોલી

Read More

Trending Video