ICG Rescue : પોરબંદર નજીક મધદરિયે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, દેવદૂત બની ક્રૂ મેમ્બરને તાત્કાલિક સારવાર માટે પહોંચાડ્યો હોસ્પિટલ

July 21, 2024

ICG Rescue : દેશની આર્મી, એરફોર્સ, નેવી હોય કે કોસ્ટ ગાર્ડ હોય દરેક પોતાની બહાદુરી માટે જાણીતા છે. ખરાબમાં ખરાબ વાતાવરણ વચ્ચે પણ રેસ્ક્યુ માટે તેઓ જાણીતા છે. આજે પોરબંદર નજીકના દરિયામાં આવું જ એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોરબંદર નજીક દરિયામાં એક જહાજના ક્રૂ મેમ્બરને અચાનક વધારે તબિયત લથડતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (Indian Cost Guard)ના જહાજ દ્વારા રેસ્ક્યુ (Rescue) કરી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો.

ICG Rescue

પોરબંદર (Porbandar) કોસ્ટ ગાર્ડ દ્વારા આજે રેસ્ક્યુ કરી એક જહાજના ક્રુ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પાડવા સહિતની મેડિકલ ઇમર્જન્સીને લઇ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદર કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે, હજીરાથી કચ્છ તરફ જતા એક જહાજમાં પોરબંદર થી 60 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ક્રૂ મેમ્બરને હૃદય સંબંધી મેડિકલ ઈમરજન્સી થતા તેજ પવન – ભારે વરસાદ જેવી પ્રતિકૂળ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલે પહોંચાડવો મુશ્કેલ બન્યું હતું. પોરબંદરથી 20 કિલોમીટર આસપાસ કોસ્ટ ગાર્ડના એરક્રાફ્ટથી 100 મીટર લીફ્ટિંગ કરી બાસ્કેટ દ્વારા દર્દીને સલામત સ્થળે લાવવામાં આવ્યો હતો. મેડિકલ સારવાર માટે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પછી તુરંત સ્થાનિક કક્ષાએ આગળની સારવાર માટે કાર્યવાહી કરાવી હતી.

આ પણ વાંચોBangladesh Protest : બાંગ્લાદેશમાં લોહિયાળ વિરોધમાં અત્યાર સુધીમાં 133ના મોત, PM હસીનાની પાકિસ્તાન સાથે સરખામણીથી વાતાવરણ બગડ્યું

Read More

Trending Video