ICG ALH Helicopter Crash: સમુદ્રમાં હેલિકોપ્ટર ક્રેશ થતા ગુમ થયેલા બે ક્રૂ સભ્યોના મૃતદેહ મળી આવ્યા, હજુ એકની શોધખોળ ચાલું

September 4, 2024

ICG ALH Helicopter Crash: પોરબંદરમાં (Porbandar) કોસ્ટ ગાર્ડના ICG ALH હેલિકોપ્ટર ક્રેશ (Coast Guard helicopter crash)  થવાની ઘટનામાં એક મોટું અપડેટ આવ્યું છે. ગઈ કાલે સમુદ્રમાં હેલિકોપ્ટર ક્રેસ થવાથી ઘટનામાં 4 જવાનો સમુદ્રમાં લાપતા થયા હતા જેમાંથી એકનો બચાવ થયો હતો અને અન્ય ત્રણ લાપતા થયા હતા ત્યારે હવે ત્રણ ગુમ થયેલા ક્રૂ સભ્યોમાંથી બે, કમાન્ડન્ટ વિપિન બાબુ અને કરણ સિંહના મૃતદેહ મળી આવ્યા છે.જ્યારે કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણાની શોધખોળ હજુ ચાલુ છે. પોરબંદર કોસ્ટ ગાર્ડ ડીઆઈજી પંકજ અગ્રવાલે આ માહિતી આપી હતી.

કેવી રીતે બની હતી ઘટના ?

ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર બચાવ કામગીરી દરમિયાન ગુજરાતના પોરબંદર કિનારે અરબી સમુદ્રમાં ક્રેશ થયું હતું, જેમાં ક્રૂના ત્રણ સભ્યો ગુમ થયા હતા. ICJએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે રાત્રે બની હતી જ્યારે તેણે લગભગ 11 વાગ્યે ટેન્કરમાં સવાર એક ઘાયલ ક્રૂ મેમ્બરને બચાવવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. આ ટેન્કર પોરબંદર નજીકથી પસાર થઈ રહ્યું હતું.
તેમાં કહેવામાં આવ્યું છે કે ICJના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) પર સવાર ચાર ક્રૂ સભ્યોમાંથી એકને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ બાકીના ત્રણની શોધ ચાલુ છે. જોકે, મોડી રાત્રે બે કમાન્ડન્ટના મૃતદેહ મળી આવ્યા હતા.

ICG ALH Helicopter Crash

ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દરિયામાં ડૂબ્યું હેલિકોપ્ટર

ICJના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “2 સપ્ટેમ્બરના રોજ, ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠે મોટર ટેન્કર હરિ લીલામાંથી ઘાયલ ક્રૂ મેમ્બરને બચાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડના ALH હેલિકોપ્ટરે રાત્રે 11 વાગ્યે ઉડાન ભરી હતી.” હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું અને દરિયામાં પડી ગયું. એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ બાકીના ત્રણની શોધ ચાલુ છે. ICJએ બચાવ પ્રયાસો માટે ચાર જહાજો અને બે એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.

આ વાંચો : ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટીએ મલ્લિકાર્જુન ખડગે સાથે કરી મુલાકાત, જાણો શું થઈ ચર્ચા

Read More

Trending Video