ICC World Cup 2023 ની ટ્રોફી Statue of Unity ખાતે લાવવામાં આવી, જુઓ તસવીરો

ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શિત કરવામાં આવી

October 3, 2023

ICC World Cup 2023 ની ટ્રોફીએ પોતાની સફરની શરૂઆત પૃથ્વીથી 1.20 લાખ ફુટની ઉંચાઈએ આવેલી સ્ટ્રેટોસ્ફિયરથી કરી હતી. ટ્રોફીને વિશ્વના પ્રસિદ્ધ સ્થળોએ લઈ જવામાં આવી રહી છે. જે અંતર્ગત ICC World Cup 2023 ની ટ્રોફી Statue of Unity ખાતે લાવવામાં આવી છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શિત કરવામાં આવી છે.

World Cup 2023 trophy at Statue of Unity
World Cup 2023 trophy at Statue of Unity

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર્સ અપ ન્યૂઝિલેન્ડ વચ્ચે મેચ સાથે વર્લ્ડ કપની પહેલી મેચ રમાશે. ભારત 8 ઓક્ટોબરે પોતાની પહેલી મેચ રમશે.

 

World Cup 2023 trophy at Statue of Unity
World Cup 2023 trophy at Statue of Unity

એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રોફી પ્રદર્શન માટે મૂકવામાં આવી. વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ટ્રોફીની ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રોફીએ કુલ 18 દેશોના પ્રસિદ્ધ સ્થળોએ લઈ જવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યૂનિટીના મુલાકાતીઓ માટે આ ટ્રોફીને નજીકથી નિહાળવાની તક મળી હતી.

Read More

Trending Video