IAS Transfer : ગુજરાતમાં ફરી એક વખત બદલીનો દૌર, 18 IASની એક સાથે બદલી, જયંતિ રવિ ફરી ગુજરાતમાં

July 31, 2024

IAS Transfer : ગુજરાતમાં ફરી એક વખત બદલીનો દૌર શરુ થયો છે. આજે એકસાથે 18 IAS ઓફિસરની બદલી કરવામાં આવી છે. જયંતિ રવિની ફરી ગુજરાત વાપસી થઇ છે. જેમાં જયંતી રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. સુનયના તોમર, પંકજ જોષી, મનોજ કુમાર દાસ, જયંતી રવિ, પી.સ્વરૂપ, અંજુશર્મા, એસ.જે.હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા અને ડો.ટી નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે.કે. નિરાલા, રાજેશ મંજુ, એ.એમ.શર્મા, મમતા વર્મા અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે.

Read More

Trending Video