Recipe Nag pancham : આજે નાગ પાંચમ છે. આ ખાસ દિવસે કુલેર બનાવવામાં આવે છે. કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવાનો હોય છે. આ ઉપવાસમાં ફણગાવેલા મઠ, મગ અને કુલેર ખાવાની પરંપરા રહેલી છે. આજની નવી પેઢીની વાત કરવામાં આવે તો અનેક લોકોને કુલેર બનાવતા આવડતી હોતી નથી. કુલેર તમે ફટાફટ ઘરે બનાવી શકો છો. આમ, તમે આ માપ સાથે કુલેર બનાવશો તો પરફેક્ટ બનશે. શ્રાવણ માસની શુક્લ પંચમીને નાગપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં નાગપંચમીનું અનેરું મહત્વ રહેલુ હોય છે.
સામગ્રી
1 કપ બાજરીનો લોટ
1/2 કપ ઘી
1/2 કપ ગોળ
બનાવવાની રીત
નાગ પાંચમના દિવસે કુલરે બનાવવા માટે સૌ પ્રથમ બાજરીનો લોટ લો અને ચાળી લો.આ લોટને થાળીમાં લઇ લો. હવે એક બાઉલ લો અને એમાં ગોળ છીણી લો. ત્યારબાદ આ ગોળમાં ઘી નાખો અને બરાબર ફીણી લો. આ બન્ને વસ્તુને 10 મિનિટ માટે બરાબર મિક્સ કરી લો. આમ કરવાથી કુલેરનો સ્વાદ મસ્ત આવે છે. હવે આ મિશ્રણમાં બાજરીનો લોટ નાખીને મસળી લો. આ ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી તમને ઘી ઓછુ લાગે છે તો તમે થોડુ એડ કરી શકો છો. ખાસ ધ્યાન એ રાખો કે એક સાથે ઘી એડ કરવાનું નથી. થોડુ-થોડુ ધી ઓછુ લાગે તો એડ કરવાનું છે. આ લોટમાંથી નાની-નાની લાડુડી વાળી લો. તો તૈયાર છે બાજરીના લોટની કુલેર.
આ પણ વાંચો: Horoscope: વૃશ્વિક રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો અન્ય લોકો