Dediyapada : ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે પરંતુ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં રસ લેતી નથી . ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તો શાળાઓની હાલત ખુબ દયનીય છે. આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસી વિસ્તારોમાં એક જ શિક્ષકથી ચાલતી શાળા, ઓરડાઓની ઘટ, શાળાઓમાં સુવિધાનો અભાવ વગેરે જોવા મળી રહ્યું છે. ત્યારે તંત્રની આ બેદરકારીને કારણે કોઈ આદિવાસી વિસ્તારના લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. તેવામાં દેડીયાપાડામાં આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય એકાએક ધરાશાયી થયું હતુ. આ દરમિયાન છાત્રાલયના બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા જોકે, છાત્રાલયના સંચાલકોએ અગમચેતી વાપરીને આ જર્જરિત બિલ્ડિંગ પડે તે પહેલા જ બાળકોને વૈકલ્પિક વ્યવસ્થામાં સ્પોર્ટ્સ હોલમાં રહેવા માટે મોકલી દીધા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
Dediyapada માં આદર્શ નિવાસી કુમાર શાળાની છાત્રાલય ધરાશાયી
આજ રોજ દેડીયાપાડા ખાતે (આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત ) આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય બપોરે 12:00 કલાક ના સમયગાળા દરમિયાન બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે ધરાશયી થયું.ઘટનાની જાણ દડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા. કોઈ જાણહાની થયેલ છે કે નથી તેની તપાસ કરી. છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકો સૉર્ટ્સ હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્દઘટના ટળી હતી. શાળાના સંચાલકોએ સરકારને નવી બિલ્ડીંગ બનાવવા અનેકવાર રજુઆતો કરી તેમ છતાં નવી બિલ્ડીંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓને ફોન કર્યો
ધારાસભ્ય ચૈતર વસાવાએ તાત્કાલિક અધિકારીઓને ફોન કરી આ ઘટના અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે “આ બિલ્ડીંગ નું બાંધકામ ભ્રષ્ટાચારનો નમૂનો છે. બાંધકામ માં ગુણવત્તા પણ જળવાઈ ન નથી અને આખા ગુજરાત ના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોએ આ પ્રકાર નું ભ્રષ્ટાચાર થયેલ હોવાનું જણાવ્યું. મકાનના પાયા માં પણ સળિયા નજરે ન પડ્યા. અને જ્યાં સળિયા વપરાયા છે તે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. ધારાસભ્યએ સંચાલકોનો આભાર માન્યો કે તેમણે સમયસર સૂચકતા વાપરી અને મોટી જાનહાની ટળી હતી.
ચૈતર વસવાએ નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી ચીમકી ઉચ્ચારી
છાત્રાલય ધરાશાયી થતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચૈતર વસાવાએ છાત્રાલયના બાંધકામને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને તંત્ર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે, ‘આ સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારને કારણે આ આદિવાસી છાત્રાલયની આવી હાલત છે. આ જે પણ થયું છે તે ગંભીર બેદરકારીનો નમૂનો છે. આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં આ બિલ્ડિંગ નથી બની રહ્યું.’ આ સાથે ચૈતર વસાવાએ અહીં તાત્કાલિક ધોરણે નવી બિલ્ડીંગ બનાવવા ની માંગ કરી હતી અને જો આમ નહીં થાય તો સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : ‘રાહુલ ગાંધી દેશના નંબર-1 આતંકવાદી છે’ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુનું વિવાદિત નિવેદન