mumbai : મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાસે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 5 શ્રદ્ધાળુઓના મોત, 30થી વધુ ઘાયલ

July 16, 2024

mumbai :  મુંબઈ-પુણે એક્સપ્રેસ વે  (mumbai pune express way) પર બસ અને ટ્રેક્ટરની ( bus and tractor) ટક્કરથી પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 30થી વધુ ઘાયલ થયા છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા ભગવાન વિઠ્ઠલના ભક્તો હતા જેઓ અષાઢી એકાદશી પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ નજીક તેમના વતન ડોમ્બિવલીથી પંઢરપુર જઈ રહ્યા હતા. તેણે જણાવ્યું કે સોમવારે અડધી રાત્રે બસ ટ્રેક્ટર સાથે અથડાઈ અને ખાડામાં પડી ગઈ.

બસમાં કુલ 42 મુસાફરો સવાર હતા

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિવેક પાનસરેએ પત્રકારોને જણાવ્યું હતું કે પંઢરપુર જવા માટે ડોમ્બિવલીથી બસમાં કુલ 42 મુસાફરો સવાર હતા. અદાને ગામ પાસે બસ એક ટ્રેક્ટર સાથે અથડાઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :  Jitan Sahni Murder: VIP ના વડા મુકેશ સહનીના પિતાની નિર્મમ હત્યા, રાજકીય માહોલ ગરમાયો

Read More

Trending Video