પવિત્ર યાત્રાધામ અંબાજીમાં (Ambaji) આજે ભાદરવી પૂર્ણિમાના મેળાનો બીજો દિવસ ગોઝારો સાબિત થયો છે. અંબાજી દર્શન કરવા આવેલ યાત્રીઓ ભરેલી બસને હડાદ રોડ નજીક અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી છે. જાણકારી મુજબ બસ અંબાજીથી હડાદ જતાં માર્ગ પરથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન અરાવલીની ગિરિમાળામાં બસ ખાબકી હતી. બસ પલ્ટી મારતા તેના બે ટુકડા થઈ ગયા હતા.
40 મુસાફરોને ઇજા
આ અકસ્માતમાં બસમાં સવાર 40 મુસાફરોને ઇજાઓ પહોંચી છે. તેમજ અકસ્માતમાં જાનહાનિ કેટલી થઈ તે જાણી શકયું નથી. પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંબાજી ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક સ્થાનિક તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. અને બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી છે.