આશા છે કે Jammu Kashmirમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી થશે, તારીખ જાહેર થયા બાદ ગુલામ નબી આઝાદે આપી પ્રતિક્રિયા

August 16, 2024

Jammu Kashmir: લાંબા સમયની રાહ બાદ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થશે. 25 સપ્ટેમ્બરે અને બીજા અને અંતિમ તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. ચૂંટણીની જાહેરાત બાદ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે પ્રતિક્રિયા આપી છે.

ગુલામ નબી આઝાદે કહ્યું, જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પછી ચૂંટણી થઈ રહી છે. સમગ્ર દેશ, મીડિયા અને નેતાઓ કરતાં વધુ જમ્મુ-કાશ્મીરના લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા. અમે ચૂંટણીની તારીખોની જાહેરાતને આવકારીએ છીએ.

આશા છે કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી થશે

આઝાદે કહ્યું, અમને પૂરી આશા છે કે Jammu Kashmirમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી થશે. ચિંતાની વાત એ છે કે આતંકવાદ ફરી એક વખત ફરી વળ્યો છે. જમ્મુ ડિવિઝનમાં તેની વધુ અસર છે. અમને પૂરી આશા છે કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

કોંગ્રેસ અને CPI(M)એ પણ ચૂંટણીની જાહેરાતને આવકારી છે. આ પક્ષોએ કહ્યું છે કે લોકો લોકશાહીની પુનઃસ્થાપનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતા રવિન્દર શર્માએ ટોણો મારતા કહ્યું, મોડા આવ્યા પણ બરાબર આવ્યા. તેમણે કહ્યું કે જૂન 2018માં પીડીપી-ભાજપ ગઠબંધન સરકારના પતન પછી જમ્મુ-કાશ્મીરના લોકો છેલ્લા 6 વર્ષથી ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા.

રવિન્દર શર્માએ કહ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલા અમે પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવાની માંગ કરી રહ્યા હતા. પરંતુ ચૂંટણી પંચની જાહેરાત આવકારદાયક છે. અમે આશા રાખીએ છીએ કે આયોગ કોઈપણ ભેદભાવ વિના સમાન તકો અને રક્ષણ સુનિશ્ચિત કરશે. સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા એમવાય તારીગામીએ પણ ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કર્યું છે.

આ પણ વાંચો: Taiwan ના હુઆલીનમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ, રાજધાની તાઈપેઈમાં ઇમારતો હચમચી

Read More

Trending Video