માં અંબા પાસે મેં મનોકામના માગી છે કે,આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા થવી ન જોઈએ : હર્ષ સંઘવી

October 9, 2024

Harsh Sanghvi on Vadodara rape case: ગત રોજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) રાજકોટની (Rajkot) મુલાકાતે ગયા હતા અને જુદા જુદા ગરબા આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અહીં ગૃરાજ્યમંત્રીનું પાઘડી પહેરાવીન અને તલવાર આપીને સ્વાગત કરવામા આવ્યું હતુ. આ દરમિયાન હર્ષ સંઘવીએ વડોદરા દુષ્કર્મની ઘટના અંગે નિવેદન આપ્યુ હતુ જેમાં હર્ષ સંઘવીએ કહ્યું હતુ કે, મેં અગાઉ માં અંબાના ચરણોમાં પ્રાથના કરી હતી કે, આ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા અપાવે ત્યારે માં અંબાના આશીર્વાદથી પોલીસનેએ દરિંદાઓને પકડવામાં સફળતા મળી છે ત્યારે આજે પણ મા અંબાનાં ચરણોમાં વંદન કરીને એક જ મનોકામના માગી છે કે, આ દરિંદાઓને ફાંસીથી ઓછી સજા થવી ન જોઈએ તો જ મારી ગુજરાતની બહેનોને ન્યાય મળે.

રાજકોટમાં હર્ષ સંઘવીનું મોટુ નિવેદન

વધુમાં તેમણે બહેનોને વિનંતી કરી હતી કે, એક મા અંબાનો વિશ્વાસ, એમની ભક્તિ અને એક તમારા ઘરે બેઠેલી માતા આ બે મા તમે જોઈ છે. ઘરે બેઠેલી માતાનો વિશ્વાસ ક્યારેય તૂટે નહીં બહેનો એ પ્રકારનો પ્રયત્ન કરજો. એ માએ તમારી પર વિશ્વાસ રાખ્યો છે, બધી સ્વતંત્રતા આપી છે એ સ્વતંત્રતાનો ક્યારેય કોઈ ગેરલાભ ન ઉઠાવતા.

માત્ર ભાયલી કેસના આરોપીઓ માટે જ કેમ ફાંસીની સજા માંગી ?

સવાલ તે થાય છે કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માત્ર ભાયલી કેસના આરોપીઓ માટે જ કેમ ફાંસીની સજા માંગી ? દાહોદમાં 6 વર્ષની માસુમ બાળકીને શાળાના આચાર્યએ દુષ્કર્મની ઈરાદે હત્યા કરી નાખી ત્યારે આ હત્યારા આચાર્ય માટે કેમ નહીં ? તમારી ફરજ ભાવુક થૃવાની કે , કડક કાર્યવાહી માટે પ્રાથના કરવાની છે કે, પછી આરોપીઓને સજા અપાવવાની ? નવરાત્રી દરમિયાન રાત્રે પેટ્રોલિંગ થાય છે કે તે તપાસ કરવામા આવે છે ? જ્યારે આ ઘટના બની ત્યારે ભાયલી વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ થયું હતું? રાજ્યની પોલીસે ‘She’ ટીમ બનાવી બહેન-દિકરીઓને ગરબા સ્થળે સુરક્ષિત કરી પરંતુ ગામડાના કે શહેરના અંતરિયાળ રસ્તા પરની સુરક્ષાની જવાબદારી કોની? મોડી રાત સુધી ગરબા રમાવા દેવાની છુટ આપી પરંતુ મહિલાઓ રાત્રે બહાર નિકળે તો તે સુરક્ષિત છે ખરી ? બહેનોને વિનંતી કરી રકે, તમે તમારી માતાનો વિશ્વાસ ન તોડતાં ત્યારે આ બહેનો તમારી પાસે સુરક્ષાની આશા રાખે છે તો તેમનો વિશ્વાસ તુટી રહ્યો છે તેનું શું ? ત્યારે એકાદી ઘટનામાં આરોપીઓને કડક સજા અપવવાથી આ બંધ નહીં થાય આવા તમામ નરાધમો , તે પછી ભાજપ સાથે જોડાયેલા પણ કેમ ન હોય તેમને દાખલા રુપ સજા કરવામા આવે તો જ તેમનામાં કાયદાનો ડર બેસશે.

આ પણ વાંચો :  વડોદરાની સગીરા સાથે હેવાનિયત ભર્યું કૃત્ય કરનારા આરોપીઓને લાગ્યો જનતાનો ડર, કોર્ટમાં આજીજી કરતા આરોપીએ કહ્યું- “સાહેબ મુજે જેલ મેં ડાલો, યે લોગ માર ડાલેંગે “

Read More

Trending Video