હોળીની રાખને તમે નકામી ન સમજતા, જાણો તેના ચમત્કારિક ઉપાયો

March 25, 2024

Holika Dahan 2024: પાપ પર પુણ્યના વિજયનું પ્રતીક એટલે હોળી.  સમગ્ર દેશમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. ધાર્મિક રીતે હોળીનું જેટલું મહત્ત્વ છે, તેની રાખનું પણ તેટલું જ મહત્ત્વ છે.

હોળીની રાખ સાથે જોડાયેલા ટોટકાઓ

હોળી સાથે જોડાયેલા ઘણા ટોટકાઓ જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલા છે, એવો જ એક ટોટકો હોળીની રાખોડી સાથે જોડાયેલો છે. હોળીની રાખ અનેક આવનારા સંકટ દૂર કરી શકે છે. તે સાથે જ વ્યક્તિને ધન-ધાન્યથી સંપન્ન બનાવી શકે છે. હોળી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો કરે છે તેવી માન્યતા પણ છે.

સંપત્તિમાં વધારો

હોલિકા દહનની ભસ્મને લાલ રંગના કપડામાં બાંધી, તેમાં સ્ફટિક શ્રીયંત્ર ચાંદીના સિક્કા બાંધીને તિજોરીમાં રાખો.

રોગ નિવારણ

હોળીની ભસ્મ લાવીને મંદિરમાં રાખી દ્યો, જ્યારે પણ ઘરમાં કોઈ બીમાર હોય અને રોગ ઘરની બહાર ન નીકળે તો આ હોળીની રાખમાંથી એક ચપટી લઈને દર્દીના કપાળ, ગળા અને જીભ પર લગાવો. તેનાથી દર્દીની તબિયત જલ્દી સુધરવા લાગશે.

અટકેલા કામ પૂર્ણ કરવા માટે ઉકેલ

જો તમારું કામ થવાનું બંધ થઈ જાય, શુભ કાર્યમાં બિનજરૂરી અવરોધો આવી રહ્યા હોય, તો તમારે હોળીની ભસ્મમાંથી એક ચપટી રાખ તમારી જીભ અને કપાળ પર લગાવવી જોઈએ. આમ કરવાથી એટકેલા કામ પૂર્ણ થવા લાગશે.

ઘરમાં વધુ પડતા ઝઘડા થતા હોય તો તેના ઉપાય

જો ઘરમાં ઝઘડા અટકતા નથી અને ઝઘડાઓ વધી રહ્યા છે તો હોલિકા દહનની ભસ્મના નાના પોટલા બાંધીને ઘરના ખૂણામાં રાખો. ભસ્મના પ્રભાવથી ઘરમાંથી પરેશાનીઓ દૂર થઈ જશે અને સુખ-શાંતિ આવશે.

ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવાના ઉપાય

જે ઘરોમાં ભૂત-પ્રેત અને અલૌકિક શક્તિઓ રહે છે, તેમણે હોલિકાની ભસ્મ લાવવી જોઈએ અને સવારે પૂજા કર્યા પછી ઘરના બધા રૂમમાં થોડી ભસ્મ છાંટવી જોઈએ.

ઘરમાંથી બિમારીને ભગાડો

બીમારીઓ ઘરની બહાર નીકળી રહી નથી, કોઈને કોઈ રોગ એક પછી એક ઘરને અસર કરતો રહે છે. આવી સ્થિતિમાં કરો આ ઉપાય – ઘી, 2 લવિંગ, 1 પતાશા, સોપારી લઈને બધી વસ્તુઓને એકસાથે હોલિકાની અગ્નિમાં અર્પણ કરો. બીજા દિવસે હોલિકાની ભસ્મ લાવીને દર્દીના પગમાં લગાવો. થોડા કલાકો પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો.

તાંત્રિક ક્રિયાઓથી બચવા માટે

તંત્ર-મંત્ર, સંમોહન અને વશીકરણ જેવી બાધાઓથી મુક્તિ મેળવવા માટે હોલિકા દહનની ભસ્મથી પીડિત દર્દીને સ્નાન કરાવો. થોડા કલાક સુધી રાખ્યા બાદ દર્દીને હુંફાળા પાણીથી સ્નાન કરાવો.

અશુભ ગ્રહ દોષથી છુટકારો મેળવવાનો ઉપાય

કુંડળીમાં પાપી ગ્રહોના દોષોને કારણે જીવન નર્ક બની ગયું હોય, જો મંગળ, શનિ, રાહુના કારણે વૈવાહિક જીવનમાં પરેશાનીઓ થઈ રહી હોય તો હોલિકા દહનની અગ્નિમાં દેશી ઘી, 2 લવિંગ, 1 પતાશા અને 1 સોપારી અર્પિત કરવી જોઈએ. બીજા દિવસે, હોલિકા દહનની રાખ લાવો અને સ્વાર્થસિદ્ધિ યોગમાં ભસ્મને વહેતા પાણીમાં પ્રવાહિત કરો.

આ પણ વાંચો : ખુબ જ ઇમોશનલ હોય છે આ 5 રાશિના લોકો, કોઈની દુ: ખી જોઈને તરત પીગળી જાય છે

Read More