HINA KHAN : ટીવી અભિનેત્રી હિના ખાન(HINA KHAN)ના પ્રશંસકો હજુ તેના બ્રાઇડલ રેમ્પ વોકની તસવીરો અને વીડિયો જોઈને સંતુષ્ટ નહોતા કે હીના(HINA KHAN)એ ફરી એક વખત તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે. અને તેનુ વર્ક કમીટમેન્ટ પૂરી કર્યા પછી, હિના ખાન હોસ્પિટલ પહોંચી, આગામી કીમોથેરાપી(Chemotherapy) માટે…
હિના પોતાની બીમારી સાથે જોડાયેલ દરેક અપડેટ તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. ચાહકો પણ તેના મજબૂત વ્યક્તિત્વના વખાણ કરી રહ્યા છે. કીમોથેરાપી જેવી મુશ્કેલ સારવાર હોવા છતાં, હિના ખાને કામમાંથી બ્રેક લીધો ન હતો અને તેનુ વર્ક કમીટમેન્ટ પૂર્ણ કરે છે. તે સતત કામ કરી રહી છે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે બ્રાઈડલ આઉટફિટમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. ચાહકો તેને જોઈને દંગ રહી ગયા હતા. રેડ ડ્રેસ, હેવી જ્વેલરી અને બ્રાઈડલ મેક-અપ પહેરીને તેણે પૂરા આત્મવિશ્વાસ સાથે રેમ્પ વોક કર્યું.
હાલમાં હિના પોતાનું કામ પૂરું કરીને મુંબઈ પાછી આવી છે. અભિનેત્રીની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે તેણે તેના બાકીના કિમોથેરાપી સેશનમાંથી પસાર થવું પડશે. આ જાણકારી તેણે પોતાની ઈન્સ્ટા પોસ્ટ દ્વારા આપી હતી. હૉસ્પિટલમાંથી પોતાનો ફોટો શૅર કરતી વખતે હિનાએ લખ્યું- “ફરીથી થકવનારા કામ પર પાછા, મહિનાના તે દિવસે. પ્રાર્થનાઓ.”
View this post on Instagram
રેમ્પ વિડિયો સાથે, હિનાએ એક નોંધ પણ લખી હતી જે દર્શાવે છે કે તે કેટલી મજબૂત છે અને તેને આ તાકાત ક્યાંથી મળે છે. કેપ્શનમાં, અભિનેત્રીએ લખ્યું,”
હે પપ્પાની મજબૂત છોકરી, રડતું બાળક ન બનો, તમારી સમસ્યાઓ વિશે ક્યારેય ફરિયાદ કરશો નહીં (માત્ર કૃતજ્ઞતા)
તમારા જીવન પર નિયંત્રણ રાખો, ઉંચા ઉભા રહો અને તેની સાથે ડીલ કરો…. તેથી મેં પરિણામ વિશે ચિંતા કરવાનું બંધ કર્યું, ફક્ત મારા નિયંત્રણમાં શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.. બાકી, અલ્લાહ પર છોડી દો..તે તમારા પ્રયત્નો જુએ છે, તે તમારી પ્રાર્થનાઓ સાંભળે છે અને તે તમારા હૃદયને જાણે છે ♥️આ સરળ નહોતું પણ હું મારી જાતને કહેતી રહી,
હિના ચાલુ રાખ..ક્યારેય રોકાઈશ નહીં..ગઈ રાત્રે ઘણા સમય પછી દુલ્હનનો વેશ ધારણ કર્યો,
હું કેવી દેખાઉં છું ? 🙃દુઆ 🤲”
પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા, રૂબિના દિલાઈકે ટિપ્પણી કરી, “સુંદર”. મોના સિંહે પણ આવી જ લાગણી શેર કરી. કુબૂલ હૈ અભિનેત્રી સુરભી જ્યોતિએ રેડ હાર્ટ ડ્રોપ કર્યું. દરમિયાન, મૌની રોયે રેડ હાર્ટ અને હાર્ટ-આઇ ઇમોજીસ કમેન્ટ મા અપડેટ કર્યું..