Himmatnagar : હાલમાં ગુજરાત કોંગ્રેસ જન આક્રોશ યાત્રા સાથે અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે. અને કોંગ્રેસને કારણે હાલ ગુજરાતનું રાજકારણ ખુબ જ ગરમાયુ છે. તેમાં પણ ખાસ જીગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારવાવાળા નિવેદન પર પોલીસ પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને તેના જ કારણે હવે જન આક્રોશ યાત્રા જ્યાં જ્યાં પહોંચી રહી છે, ત્યાં ત્યાં પોલીસ પરિવાર દ્વારા તેનો વિરોધ થઇ રહ્યો છે. આ સાથે જ આજે જન આક્રોશ યાત્રા સાબરકાંઠાના હિંમતનગર પહોંચી હતી. જ્યાં પોલીસ પરિવારો પહેલાથી એકઠા થયેલા હતા. જ્યાં યાત્રાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.
Himmatnagar : કોંગ્રેસની જન આક્રોશ યાત્રા રોકીને પોલીસ પરિવારોએ લગાવ્યા જીગ્નેશ મેવાણીના હાય હાયના નારા#jigneshmevani #harshsanghavi #viralvídeo #janaakroshyatra #poliçe #nirbhaynews pic.twitter.com/TvtJJraz32
— Nirbhaynews (@nirbhaynews1) November 25, 2025
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હિંમતનગર પહોંચતા જ પોલીસ પરિવાર દ્વારા તેને રોકી દેવામાં આવી હતી. અને પોલીસ પરિવાર દ્વારા યાત્રાને રોકી અને જીગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે જ સામેની તરફ કોંગ્રેસના કાર્યકરોએ દારૂનું દૂષણ દૂર કરોના નારા લગાવ્યા હતા. આ સાથે જ આ યાત્રામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી પણ જોડાયા હતા. પ્રાંતિજ તરફ આગળ વધતી જન આક્રોશ યાત્રા ટાવરથી રેલવે ઓવરબ્રિજ પર થઈ મહાવીરનગર ચાર રસ્તે પહોંચી હતી. અહીં પોલીસ પરિવારની મહિલાઓએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મહિલાઓએ આખી યાત્રાને ચારે તરફથી ઘેરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ મહિલાઓને વિરોધ કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ ઉત્તર ગુજરાતના પોલીસ પરિવારોમાં રોષ વ્યાપ્યો છે.
Amit Chavda : હપ્તા લેતી સરકાર લાજવાના બદલે ગાજે છે ગૃહમંત્રી આખા ગુજરાતમાંથી હપ્તા ઉઘરાવે છે…” | Nirbhaynews #AmitChavda #congress #jigneshmevani #bjp #congressgujarat #harshsanghavi #bjpgujarat #viral #banaskantha #nirbhaynews pic.twitter.com/JodRrHBCtb
— Nirbhaynews (@nirbhaynews1) November 25, 2025