Himachal Pradesh : હિમાચલમાં બીજી મસ્જિદ મામલે હજારો હિંદુઓ બહાર આવ્યા, હવે કુલ્લુમાં હંગામો, પોલીસ સાથે અથડામણ

September 30, 2024

Himachal Pradesh : હિમાચલ પ્રદેશમાં એક પછી એક મસ્જિદને લઈને હંગામો થઈ રહ્યો છે. શિમલા બાદ હવે કુલ્લુમાં પણ હિંદુ સંગઠનોએ મસ્જિદને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવાની માંગ ઉઠાવી છે. સોમવારે મંદિરથી મસ્જિદ સુધી શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. આ દરમિયાન દેખાવકારોની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. દરમિયાન એક મુસ્લિમ સંગઠને કહ્યું છે કે રાજ્યમાં કોઈપણ મસ્જિદ ગેરકાયદેસર નથી, પરંતુ સરકારી રેકોર્ડમાં નકશાને મંજૂર કરવામાં વિલંબને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

‘હિન્દુ ધર્મ જાગરણ યાત્રા’ અંતર્ગત આયોજિત વિરોધમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. કડક સુરક્ષા વચ્ચે હનુમાન મંદિરથી અખાડા મસ્જિદ સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દેખાવકારોના હાથમાં ભગવા ઝંડા અને પોસ્ટર અને બેનરો હતા. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. મહિલાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરીને ભાગ લીધો હતો અને સંગીતના સાધનો પણ વગાડવામાં આવ્યા હતા.

દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા અને મસ્જિદને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવાની માંગ કરી. એક સમય એવો આવ્યો જ્યારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. અથડામણમાં કોઈને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ નથી. પ્રદર્શનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચોGujarat Congress : ગુજરાતમાં કથળતી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઇ કોંગ્રેસના પ્રહાર, મનીષ દોશીએ કહ્યું “જનતા ડરના માહોલમાં જીવવા મજબૂર”

Read More

Trending Video