Himachal Pradesh : હિમાચલમાં હવે છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ હશે, વિધાનસભામાં બિલ પાસ

August 29, 2024

Himachal Pradesh : હિમાચલ પ્રદેશમાં, છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય 21 વર્ષ કરવા માટેનું બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ બાળ લગ્ન નિષેધ વિધેયક, 2024, જે છોકરીઓની લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરે છે, પસાર કરવામાં આવ્યું છે.

મંગળવારે ચોમાસું સત્રમાં, આરોગ્ય, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ધનીરામ શાંડિલે બાળ લગ્ન પ્રતિબંધ (હિમાચલ પ્રદેશ સંશોધન બિલ, 2024) રજૂ કર્યું હતું. આ બિલ કોઈપણ ચર્ચા વિના સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. હવે આ બિલ રાજ્યપાલને મંજૂરી માટે મોકલવામાં આવશે.

વિધાનસભામાં આ બિલ રજૂ કરતાં આરોગ્ય અને મહિલા સશક્તિકરણ મંત્રી ધની રામ શાંડિલે કહ્યું કે બાળ લગ્ન અધિનિયમ, 2006ની જોગવાઈ બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવા માટે કરવામાં આવી હતી. લિંગ સમાનતા અને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તકો પૂરી પાડવા માટે કન્યાઓની લગ્નની લઘુત્તમ ઉંમર વધારવી જરૂરી બની ગઈ છે.

તેમણે એમ પણ કહ્યું કે નાની ઉંમરમાં ગર્ભાવસ્થા પણ છોકરીઓના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. રાજ્યમાં બાળ લગ્ન અધિનિયમ 2006 અને તેને લગતા કાયદાઓમાં સુધારો કરીને છોકરીઓના લગ્નની લઘુત્તમ વય 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. રાજ્યપાલના હસ્તાક્ષર બાદ રાજ્યમાં છોકરીઓના લગ્ન માટેની લઘુત્તમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવામાં આવશે. રાજ્ય સરકાર છોકરીઓની લગ્નની ઉંમર ત્રણ વર્ષ વધારવાની તૈયારી કરી રહી છે. તેના સુધારેલા ડ્રાફ્ટને રાજ્ય કેબિનેટે સાત મહિના પહેલા મંજૂરી આપી હતી. આજે ગૃહમાં સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોGujarat Flood : ગુજરાતમાં જ આટલો બધો વરસાદ પડવાનું કારણ શું ? બંગાળની ખાડીમાંથી પણ આકાશી આફતનો નવો ખતરો

Read More

Trending Video